ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ચાર દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની કરાઈ આગાહી.
જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ હવે ઠંડી વધે તેવી શક્યતાઓ છે. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યો છે. આ વચ્ચે ફરી હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ચાર દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. હાલ સમગ્ર રાજ્યમાં ટેમ્પ્રેચર સામાન્ય છે. આગામી ચાર દિવસ વાતાવરણ સુકુ રહેશે. ૨૨ તારીખ બાદ તાપમાન ૨ થી ૩ ડિગ્રી વધી શકે છે. આમ, કાતિલ ઠંડી માટે ગુજરાતીઓએ રાહ જોવી પડશે.
ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદના તાપમાનમાં ૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને સીઝનનું સૌથી નીચું તાપમાન ૧૩.૩ ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુમાં બે ડિગ્રી તાપમાન યથાવત છે.