કોરોનાના વધતા જતા કેસને લઈ મોદી સરકાર એક્શન મોડમાં આવી, મનસુખ માંડવિયા દરેક રાજ્યો\કેન્દ્રના હેલ્થ મિનિસ્ટર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરશે.
કોરોના ઈઝ બેક..
દેશમાં કોરોનાના વધતા જતા કેસ અને કોવિડ-૧૯ ના સબ-વેરિઅન્ટ JN.1ના ખતરાને જોતા મોદી સરકાર એક્શન મોડમાં આવી છે. ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીમાં તાજેતરના વધારાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ૨૦ ડિસેમ્બરે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની સજ્જતા પર સમીક્ષા કરવા બેઠક બોલાવી છે.
મનસુખ માંડવિયાએ દરેક રાજ્યો\કેન્દ્રના હેલ્થ મિનિસ્ટર અને સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ડિજિટલ રીતે સમીક્ષા બેઠક કરશે. આ બેઠક બોલાવવા પાછળનું કારણ એ છે કે કેરળમાં કોરોનાના કેસની સાથે મૃત્યુમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.