ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા વિપક્ષી એકતામાં ડખો થયો, એક તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કોંગ્રેસને અંહકારી ગણાવી તો JDUએ નીતિશ કુમારને પીએમ કેન્ડીડેટ જાહેરની વાત કરી છે.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજવવાની છે પરંતુ આ પહેલા વિપક્ષી એકતામાં ડખો થયો હોય એવું લાગી રહ્યું છે. એક તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ બેઠક પહેલા કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેને અંહકારી ગણાવી હતી તો બીજી તરફ બેઠક પહેલા બિહારમાં સત્તા પર રહેલ JDUએ નવી માંગ કરતાં કહ્યું કે નીતિશ કુમારને પીએમ કેન્ડીડેટ જાહેર કરી દેવા જોઇએ.
જનતા દળ યુનાઈટેડ એટલે કે JDUના ધારાસભ્ય ધીરેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ. જો આમ કરવામાં આવશે તો જ ફાયદો થશે. આ માંગણી પાછળનું કારણ જણાવતાં ધીરેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે નીતીશ કુમાર ભારત ગઠબંધનમાં સ્વચ્છ છબી ધરાવતા એકમાત્ર નેતા છે. તેમની છબી પ્રામાણિકતાની છે.