આઈપીએલ હરાજી ૨૦૨૪ માટે ૩૩૩ ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા, તમામ ૧૦ ટીમોમાં કુલ ૭૭ સ્લોટ ખાલી છે જેમાં ૩૦ સ્લોટ વિદેશી ખેલાડીઓના છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ માટે આજે દુબઈમાં ઓક્શનનું આયોજન થઇ રહ્યું છે.આઈપીએલ ની તમામ ૧૦ ટીમોની સાથે ફેન્સ પણ આ મિની ઓક્શનની આતુરતાહતી રાહ જોઈ રહ્યા હતા. આઈપીએલ હરાજી ૨૦૨૪ માટે ૩૩૩ ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૨૧૪ ખેલાડીઓ ભારતીય છે. આ ૩૩૩ ખેલાડીઓમાં ૧૧૬ કેપ્ડ જયારે ૨૧૫ અનકેપ્ડ અને ૨ એસોસિએટ દેશના ખેલાડીઓ છે. તમામ ૧૦ ટીમોમાં કુલ ૭૭ સ્લોટ ખાલી છે જેમાં ૩૦ સ્લોટ વિદેશી ખેલાડીઓના છે.
શ્રીલંકન ફાસ્ટ બોલર મદુશંકા મુંબઈની ટીમમાં થયો સામલે
શ્રીલંકા ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાની બેઝ પ્રાઈસ ૫૦ લાખ રૂપિયા હતા. તેના પર પહેલી બોલો લખનઉ સુપર જાયન્ટ્સે લગાવી હતી. ત્યારબાદ મુંબઈ ઇન્ડિયન્સે પણ બોલો લગાવવાની શરુ કરી હતી. બંને ફ્રેન્ચાઈઝી વચ્ચે ચાલેલા આ સંઘર્ષમાં મુંબઈનો વિજય થયો હતો. મુંબઈ ઇન્ડિયન્સે મદુશંકાને ૪,૬૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઉનડકટને હૈદરાબાદે ૧.૬૦ કરોડમાં ખરીદ્યો
ભારતીય ખેલાડી જયદેવ ઉનડકટની બેઝ પ્રાઈસ ૫૦ લાખ રૂપિયા હતી. તેના પર પહેલો દાવ સનરાઈઝર્સ હૈદરબાદે લગાવ્યો હતો. તે પછી દિલ્હી કેપિટલ્સ પણ મેદાનમાં ઉતરી હતી. પરંતુ અંતે હૈદરાબાદે જયદેવને ૧.૬૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મિચેલ સ્ટાર્કે રચ્યો ઈતિહાસ
મિચેલ સ્ટાર્ક પેટ કમિન્સને પાછળ છોડીને આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સ્ટાર્કની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા હતી. તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે પહેલા દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો. ત્યારબાદ બિડિંગમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની એન્ટ્રી થઇ હતી. કોલકાતા અને ગુજરાત વચ્ચે ચાલેલા આ લાંબા સંઘર્ષ પછી અંતે સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૨૪.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
લખનઉએ શિવમ માવીને ૬.૪૦ કરોડમાં ખરીદ્યો
ભારતીય ફાસ્ટ બોલર શિવમ માવીની બેઝ પ્રાઈસ ૫૦ લાખ રૂપિયા હતા. માવી માટે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સંઘર્ષ થયો હતો. RCBએ માવીને ખરીદવા માટે ૬.૨૦ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી, પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સે માવીને ૬.૪૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ગુજરાત ટાઈટન્સે ઉમેશ યાદવને ૫.૮૦ કરોડમાં ખરીદ્યો
ભારતના ફાસ્ટ બોલર ઉમેશ યાદવની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા હતી. ઉમેશને પોતાની ટીમ માં સામેલ કરવા માટે ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો. પરંતુ અંતે ગુજરાત ટાઈટન્સની ટીમે ઉમેશ યાદવને ૫.૮૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઉમેશ યાદવે તેના T ૨૦ કરિયરની ૧૮૬ મેચમાં ૧૯૩ વિકેટ લીધી છે.
RCBએ અલ્ઝારી જોસેફને ૧૧.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો
વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી અલ્ઝારી જોસેફની બેઝ પ્રાઈસ ૧ કરોડ રૂપિયા હતી. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૧૧.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોસેફને ખરીદવા માટે લખનઉ સુપર જાયન્ટ્સે ૧૧.૨૫ કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી, પરંતુ અંતમાં RCBએ બાજી મારી હતી.
ચેતન સાકરિયાને KKRએ ખરીદ્યો
ભારતીય ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો હતો. KKRએ ચેતનને તેની બેઝ પ્રાઈસે ( ૫૦ લાખ ) ખરીદ્યો હતો.
કે.એસ ભરત અને ટ્રિસ્ટન સ્ટબ્સને મળી બેઝ પ્રાઈસ
ભારતીય વિકેટકીપર બેટ્સમેન કે.એસ ભરતની બેઝ પ્રાઈસ ૫૦ લાખ રૂપિયા હતી. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો હતો. સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સની બેઝ પ્રાઈસ ૫૦ લાખ રૂપિયા હતી. દિલ્હી કેપિટલ્સે તેને બેઝ પ્રાઈસે ખરીદ્યો હતો.
અત્યાર સુધીમાં ૧૨ ખેલાડી થયા સોલ્ડ
- ૧. પેટ કમિન્સ – ૨૦.૫૦ cr | SRH
- ૨. ડેરિલ મિચેલ – ૧૪ cr | CSK
- ૩. હર્ષલ પટેલ – ૧૧.૫ cr | PBKS
- ૪. રોવમેન પૉવેલ – ૭.૪૦ cr | RR
- ૫. ટ્રેવિડ હેડ – ૬.૮૦ cr | SRH
- ૬. ગેરાલ્ડ કોએત્ઝી – ૫ cr | MI
- ૭. ક્રિસ વોક્સ – ૪.૨૦ cr | PBKS
- ૮. શાર્દુલ ઠાકુર – ૪ cr | CSK
- ૯. હેરી બ્રૂક – ૪ cr | DC
- ૧૦. રચિન રવીન્દ્ર – ૧.૮૦ cr | CSK
- ૧૧. વાર્નિંદુ હસરંગા – ૧.૫૦ cs | SRH
- ૧૨. અજમતુલ્લાહ ઉમરજઈ – ૫૦ lakhs | GT
પંજાબે ૪.૨૦ કરોડમાં ક્રિસ વોક્સને ખરીદ્યો
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે તેના પર પહેલી બોલી લગાવી હતી. પરંતુ અંતે પંજાબ કિંગ્સનો વિજય થયો હતો. પંજાબે ક્રિસ વોક્સને ૪.૨૦ કરોડમાં ખરીદ્યો હતો.
ભારત સામે ૨ સદી ફટકારનાર મિચેલ ધોનીની ટીમમાં થયો સામેલ
ડેરિલ મિચેલ માટે પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ઘણો સંઘર્ષ જોવા મળ્યો હતો. પરંતુ અંતે ચેન્નઈ સુપર કિંગ્સે મિચેલને ૧૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મિચેલની બેઝ પ્રાઈસ ૧ કરોડ રૂપિયા હતી. ડેરિલ મિચેલે ODI વર્લ્ડ કપ ૨૦૨૩ માં ભારત સામે ૨ સદી ફટકારી હતી.
હર્ષલ પટેલ પંજાબની ટીમમાં થયો સામેલ
હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે ખરીદ્યો છે. હર્ષલ પટેલની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા હતી. હર્ષલ પટેલને પોતાની ટીમમાં સામેલ કરવા માટે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે સંઘર્ષ થયો હતો. પરંતુ અંતે ૧૧.૭૫ કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને ખરીદ્યો હતો.
મુંબઈ ઇન્ડિયન્સે કોએત્ઝીને ૫ કરોડમાં ખરીદ્યો
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને મુંબઈ ઈન્ડિયન્સે ૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કોએત્ઝીની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા હતી.
પેટ કમિન્સ બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે ૨૦.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પેટ કમિન્સ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. RCBએ પણ કમિન્સને ખરીદવા માટે સંઘર્ષ કર્યો, પરંતુ સનરાઇઝર્સે અંતે બાજી મારી અને કમિન્સને પોતાની ટીમમાં સામલે કરી લીધો.
શાર્દુલ ઠાકુરને મળ્યા ૪ કરોડ, અઝમતુલ્લા ઓમરઝાઈ ગુજરાતની ટીમમાં સામેલ
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ચેન્નઈ સુપર કિંગ્સે ૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શાર્દુલની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા હતી. જ્યારે અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈને ૫૦ લાખ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો છે.
ન્યુઝીલેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં થયો સામેલ
ન્યુઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રને ચેન્નઈ સુપર કિંગ્સે ૧.૮૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. રચિનની બેઝ પ્રાઈઝ ૫૦ લાખ રૂપિયા હતી.
શ્રીલંકાનો મિસ્ટ્રી સ્પિનર વાનિંદુ હસરંગાને હૈદરાબાદે ૧.૫ કરોડમાં ખરીદ્યો
સનરાઈઝર્સ હૈદરાબાદે શ્રીલંકા ક્રિકેટ ટીમના મિસ્ટ્રી સ્પિનર વાનિંદુ હસરંગાને તેના બેઝ પ્રાઈસ ૧.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હસરંગા માટે હૈદરાબાદ સિવાય કોઈ અન્ય ટીમે બોલો લગાવી ન હતી.
વર્લ્ડ કપ ૨૦૨૩ માં સદી ફટકારનાર હેડને સનરાઈઝર્સ હૈદરબાદે ખરીદ્યો
ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે બિડિંગની શરૂઆત કરી હતી. આ પછી ચેન્નઈ સુપર કિંગ્સે પણ બોલી લગાવી હતી. CSKએ ૬.૬૦ કરોડની છેલ્લી બોલી લગાવી હતી. પરંતુ આ પછી તેને સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. હૈદરાબાદે હેડને ૬.૮૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
દિલ્હી કેપિટલ્સે હેરી બ્રુકને ૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો
હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે ૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બ્રુકની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા હતી. રાજસ્થાન રોયલ્સ પણ બ્રુકને ખરીદવા માંગતી હતી. રાજસ્થાને અંત સુધી દિલ્હી કેપિટલ્સ સાથે સ્પર્ધા કરી, પરંતુ ૩.૮૦ કરોડ પછી કિંમતમાં વધારો થયો ન હતો અને અંતે દિલ્હીએ બ્રુકને ૪ કરોડમાં ખરીદ્યો હતો.
રાજસ્થાન રોયલ્સે પોવેલને બેઝ પ્રાઈસ કરતાં ૭ ગણી વધુ કિંમતે ખરીદ્યો
આઈપીએલ ૨૦૨૪ માટે ઓક્શનની પ્રથમ બોલી વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી રોવમેન પોવેલ પર લગાવવામાં આવી હતી. રાજસ્થાન રોયલ્સે તેને બેઝ પ્રાઈસ કરતાં ૭ ગણી વધુ કિંમતે ખરીદ્યો હતો. રાજસ્થાને પોવેલને ૭.૪૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઈસ ૧ કરોડ રૂપિયા હતી.