અમિતાભ બચ્ચને જલસા બંગલો બે વાર ખરીધ્યો હતો. બિગ બીએ આ બંગલો નિર્માતા એનસી સિપ્પી પાસેથી લીધો હતો. એવી અટકળો તેજ થઇ છે કે અમિતાભ બચ્ચન હવે તેમની સંપત્તિનું વિભાજન કરવા જઇ રહ્યા છે.
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન એ તેમનો આલીશાન બંગલો ‘પ્રતીક્ષા’ને તેમની લાડલી પુત્રી શ્વેતા બચ્ચન ના નામે કરી દીધો છે. આવી સ્થિતિમાં એવી અટકળો તેજ થઇ છે કે અમિતાભ બચ્ચન હવે તેમની સંપત્તિનું વિભાજન કરવા જઇ રહ્યા છે.
જો અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલાની વાત કરીએ તો તે મુંબઇના જુહૂ વિસ્તારમાં સ્થિત છે. આ આલીશાન બંગલાની કિંમત લગભગ 140 કરોડ રૂપિયા છે. અમિતાભ બચ્ચનનું આ ધર કોઇ મહેલથી કમ નથી. અમિતાભ બચ્ચનના આ વૈભવી બંગલા વિશે ઘણી વાતો કહેવામાં આવે છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ચુપકે ચુપકે, આનંદ, સત્તે પે સત્તા અને નમક હરામ જેવી સુપરહિટ ફિલ્મો પણ આ આલીશાન ઘરમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મ ચુપકે ચુપકેમાં જલસાને જયા બચ્નન ઘર તરીકે બતાવવામાં આવ્યું હતું. આ જલસામાં અમિતાભ બચ્ચન પોતાના આખા પરિવાર સાથે રહે છે. બિગ બીની આફિસ બીજો બંગલો જનકમાં છે. જ્યાંથી તમામ પ્રોફેશનલ કામ થાય છે.
અમિતાભ બચ્ચને જલસા બંગલો બે વાર ખરીધ્યો હતો. બિગ બીએ આ બંગલો નિર્માતા એનસી સિપ્પી પાસેથી લીધો હતો. જે અગાઉ આ જલસાના માલિક હતા. પરંતુ કોઇ કારણસર અમિતાભ બચ્ચને આ ઘર અગાઉ ખરીધ્યું હતું અને બીજાને વેચી દીધું હતું. અમિતાભ બચ્ચને ત્યારે આવું કર્યું હતુ જ્યારે એ દેવામાં ડૂબી ગયા હતા. પરંતુ પછી જ્યારે સ્થિતિ સુધરી તો તુરંતજ તેમણે ફરીથી આ બંગલો ખરીધ્યો અને તેનું નવીનીકરણ કરાવ્યું .
અમિતાભ બચ્ચનનું લકઝરી કાર કલેક્શન
હવે વાત કરીએ અમિતાભ બચ્ચનના લકઝરી કાર કલેક્શનની તો તેઓ ખુબ જ શોખીન છે. બિગ બીના કાર કલેક્શનમાં રોલ્સ રોય ફેન્ટમ VII, બેંટલે કોન્ટિનેંટલ જીટી, મર્સિડિઝ બેંઝ એસ ક્લાસ, રેંજ રોવર, પોર્શ કેમૈન એસ, મિની કપૂર એસ, લેકસસ એલએક્સ ૫૭૦, ઓડી A૮ L, BMW ૭ સીરિઝ અને ફોર્ડ મસ્ટૈંગ જેવી શાનદાર કાર સામેલ છે. આ સિવાય અમિતાભ બચ્ચને થોડા વર્ષ પહેલાં યેલો રંગની એક વિનટેજ કાર પણ ખરીદી છે.
અમિતાભ બચ્ચનની નેટવર્થ
અમિતાભ બચ્ચનની નેટવર્થ અંગે વાત કરીએ તો ૨૯૨૩ માં ૩૦૦૦ કરોડ આંકવામાં આવી છે. આ ઉંમરે પણ તેઓ સિનેમા અને અન્ય ઘણા વ્યવસાયોમાં સક્રિય છે. તેઓ જસ્ટ ડાયલમાં ૧૦ % હિસ્સો ધરાવે છે અને ક્લાઉડ કમ્યુટિંગ કંપની સ્ટેમ્પેડ કેપિટલમાં પણ ૩.૪ % હિસ્સો ધરાવે છે.
અમિતાભ બચ્ચન મુંબઇના જુહૂમાં ૫ આલીશાન બંગલા અને બે ફલેટના માલિક છે. અમિતાભ બચ્ચન પણ પોતાને ખેડૂત કહે છે અને તેમની પાસે ૧.૫ મિલિયન અમેરિકન ડોલરની ખેતીની જમીન છે. તે લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિમાંથી પ્રતિ એપિસોડ લાખો રૂપિયા કમાય છે.