સ્વાસ્થ્ય વીમાને લઈને ટેન્શનમાં રહેલા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે, વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે તે પહેલા કેન્દ્ર સરકાર આયુષ્માન યોજનાને વિસ્તારવા જઈ રહી છે.
દેશમાં દરેક લોકો પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ નથી અને આ લોકોને ડર લાગે છે કે જો કોઈ કરણોસર હોસ્પિટલ જવું પડશે તો એ સમયે પૈસા ક્યાંથી આવશે? એવામાં હવે મિડલ ક્લાસ લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ૨૦૨૪ ચૂંટણી પહેલા સરકારે એક મોટો પ્લાન તૈયાર કર્યો છે.
કેન્દ્ર સરકાર આયુષ્માન યોજનાને વિસ્તારવા જઈ રહી છે.
સ્વાસ્થ્ય વીમાને લઈને ટેન્શનમાં રહેલા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. એ વાત તો જાણીતી જ છે કે લોકસભા ચૂંટણી ૨૦૨૪ નજીક છે અને ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે અને આ પહેલા કેન્દ્ર સરકાર આયુષ્માન યોજનાને વિસ્તારવા જઈ રહી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર આયુષ્માન યોજના હેઠળ સારવાર ખર્ચની મર્યાદા બમણી કરીને ૧૦ લાખ રૂપિયા કરવા વિચારી રહી છે.