આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઓલિમ્પિક ગેમ્સમાં જ્વેલિન થ્રોમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતનાર એથ્લેટિક્સ નીરજ ચોપરાનો જન્મદિન છે. આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ છે.
આજે તારીખ ૨૪ ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઓલિમ્પિક ગેમ્સમાં જ્વેલિન થ્રોમાં એટલે કે ભાલા ફેંકમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથ્લેટિક્સ નીરજ ચોપરાનો જન્મદિન છે. તેમને ગોલ્ડન બોય તરીકે ઓળખવામાં આવે છે.
આજના દિવસે ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સાથે સાથે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મહાન ગાયક મોહમ્મદ રફીની જન્મજયંતિ
અભિનેતા અનિલ કુમારનો પણ બર્થડે છે.
રાષ્ટ્રીય ગ્રાહક દિવસ
ભારતમાં વર્ષ 1986થી દર વર્ષે ૨૪ ડિસેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આજની તારીખે ભારતના રાષ્ટ્રપતિએ ઐતિહાસિક ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬ ના અમલીકરણને સંમતિ આપી હતી. આ ઉપરાંત દર વર્ષે ૧૫ માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતીય ગ્રાહક આંદોલનના ઈતિહાસમાં આજની તારીખ સુવર્ણ અક્ષરે લખાયેલી છે. ભારતમાં, વર્ષ ૨૦૦૦ માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ દર વર્ષે આ તારીખે ઉજવવામાં આવે છે.
આ દિવસ મનાવવાનો હેતુ ગ્રાહકોના મહત્વ, અધિકારો અને જવાબદારીઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. ગ્રાહકોને તેમના અધિકારો અને રક્ષણ આપવા માટે ગ્રાહક સુરક્ષા કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ હવે કોઈપણ ગ્રાહક પોતાના અધિકારો માટે ફરિયાદ કરી શકે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ગ્રાહકોને આપવામાં આવેલા મુખ્ય અધિકારોમાં – સલામતીનો અધિકાર, માહિતીનો અધિકાર, પસંદગીનો અધિકાર, સાંભળવાનો અધિકાર, નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણનો અધિકાર છે.
નીરજ ચોપરાનો જન્મદિન, ઓલિમ્પિકમાં ભારતને જ્વેલિન થ્રોમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો
૨૪ ડિસેમ્બર એટલે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ ૨૦૨૧ માં જ્વેલિન થ્રો એટલે કે ભાલાફેંકમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતનાર એથ્લેટિક્સનો નીરજ ચોપરાનો જન્મ દિવસ છે. તેનો જન્મસ વર્ષ ૧૯૯૭ માં ૨૪ ડિસેમ્બરે હરિયાણાના પાણીપતમાં થયો હતો. પિતાનું નામ સતીશ કુમાર અને એક ખેડૂત છે તો માતાનું નામ સરોજ દેવી છે. નીરજ ચોપરાએ ૧૧ વર્ષની ઉંમરથી જ્વેલિન થ્રો રમવાનું શરૂ કર્યુ હતુ.

નીરજ ચોપરાએ ઓલિમ્પિક ગેમ્સમાં જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતને સમગ્ર વિશમાં નામના મેળવી છે અને દેશનું નામ રોશન કર્યુ છે. ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના જ્વેલિન થ્રો મેચમાં નીરજ ચોપરાનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ થ્રો ૮૭.૫૮ મીટરનો છે. અભિનવ બિંદ્રા બાદ કોઇ વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્તરે એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતના તેઓ બીજા ભારતીય રમતવીર છે.
ઓલિમ્પિક ગેમ્સમં ગોલ્ડ મેડલ જીતવા બદલ માર્ચ ૨૦૨૨ માં તેમને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે. નીરજ ચોપરાએ કોચ ઉવે હોન પાસેથી તાલીમ મેળવી છે, જે જર્મની તરફથી પ્રોફેશનલ જ્વેલિન એથ્લેટ રહી ચૂક્યા છે.
૨૪ ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2014 – અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવિયાને ભારત રત્ન આપવાની ઘોષણા કરવામાં આવી હતી.
- 2011 – ક્યુબાની સરકારે 2900 કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી.
- 2008 – જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં 55% મતદાન થયું હતું.
- 2007 – મંગળના રહસ્યો શોધવા માટે, યુરોપિયન સ્પેસ એજન્સી યાન માર્સે મંગળની ભ્રમણકક્ષામાં તેની ચાર હજાર પરિક્રમા પૂરી કરી.
- 2006 – શિખર બેઠકમાં ઈઝરાયેલ પેલેસ્ટાઈનને ઘણી સુવિધાઓ આપવા તૈયાર.
- 2005 – યુરોપિયન યુનિયને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ’ નામના સંગઠનને આતંકવાદી યાદીમાં સામેલ કર્યું.
- 2003 – અમેરિકાના વિદેશ વિભાગે 30 જૂન, 2004ના રોજ ઇરાકમાં સત્તા સોંપવાની તૈયારી શરૂ કરી.
- 2002 – દિલ્હી મેટ્રોનો શુભારંભ શાહદરા તીસ હજારી લાઇનથી થયો.
- 2000 – વિશ્વનાથન આનંદ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા.
- 1996 – તાજિકિસ્તાનમાં ગૃહયુદ્ધ સમાપ્ત કરવા માટે કરાર સમ્પન્ન થયો.
- 1989 – મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં દેશનો પહેલો એમ્યુઝમેન્ટ પાર્ક ‘એસેલ વર્લ્ડ’ ખોલવામાં આવ્યો.
- 1986 – ભારતમાં 24 ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય ગ્રાહક દિવસ’ (national consumer day)ની ઉજવણી શરૂ થઇ.
- 1986 – લોટસ ટેમ્પલ ભક્તો માટે ખોલવામાં આવ્યું.
- 1967 – ચીને લોપ નોર વિસ્તારમાં પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1962 – સોવિયત સંઘે નોવાયા ઝેમલ્યામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
- 1954 – દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ લાઓસને સ્વતંત્રતા મળી.
- 1921 – નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ઠાકુર દ્વારા વિશ્વ ભારતી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી.
- 1894 – કલકત્તામાં પ્રથમ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું.
- 1798 – રશિયા અને બ્રિટન વચ્ચે બીજા ફ્રેન્ચ વિરોધી જોડાણ પર હસ્તાક્ષર.
- 1715 – સ્વીડનની સેનાએ નોર્વે પર કબજો કર્યો.
- 1524- યુરોપથી ભારત સુધીનો દરિયાઈ માર્ગ શોધનાર પોર્ટુગીઝ સંશોધક વાસ્કો ડી ગામાનું કોચી (ભારત)માં અવસાન થયું.