વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશમાં ચાલી રહી છે. દેશના નાગરિકોને ભારત સરકારની યોજનાઓનો લાભ મળે તે ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારની યોજનાઓ સમજાવવા રથ સાથે અનેક ગામોની મુલાકાત મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી.
અંકલેશ્વર- ગડખોલ
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાયી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ, મંજૂરી પત્રો એનાયત કરાયા હતા. ત્યારબાદ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ સરકારની વિવિધ યોજના અંગેના સ્ટોલની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેકટર સહિત જિલ્લા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુર- ઓલિઆંબા
છોટાઉદેપુર જિલ્લામાં ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ઓલિઆંબા ગામે પહોંચતા તેનું સ્વાગત કરાયું હતું. રથમાં લાગેલ એલ.ઇ ડી દ્વારા દ્રશ્ય-શ્રાવ્યના માધ્યમથી તેમજ પેમ્પફલેટ્સ અને કેલેન્ડર દ્વારા સરકારની યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કોડીનાર- ગીર દેવળી
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોડીનાર તાલુકાના ગીર દેવળી ગામ ખાતે પહોંચ્યો હતો. આ કાર્યક્રમમાં સરકારની યોજનાઓના લાભોથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા.તેમજ પાત્રતા ધરાવતા લાભાર્થી ઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી શોર્ટફિલ્મ પણ નિહાળી હતી.આ સાથે ગ્રામજનો એ આરોગ્ય કેમ્પનો પણ લાભ લઈ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી.
સાબરકાંઠા-ખેડબ્રહ્મા-મોટાબાવળ
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મોટાબાવળ ગામમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના વડા વૈજ્ઞાનિક ડૉ.જનક મિસ્ત્રીએ પ્રાકૃતિક ખેતી વિશે સમજ આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરાયુ હતુ. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પ્રમુખ રામા તરાળ, કારોબારી અધ્યક્ષ નિલમ પટેલ સહિત અધિકારીઓ તથા વિવિધ પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.