વનવિભાગે દીપડાને પકડવા ૨ જગ્યાએ પાંજરા મૂક્યા છે, વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકમાં ભયનો માહોલ ઉભો થયો છે.
રાજકોટના ૩ વિસ્તારમાં દીપડાનો ભય જોવા મળી રહ્યો છે. શહેરના ૩ વિસ્તારમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. વનવિભાગે દીપડાને પકડવા ૨ જગ્યાએ પાંજરા મૂક્યા છે. વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ વિસ્તારમાં દીપડો જોવા મળતા લોકમાં ભયનો માહોલ ઉભો થયો છે.
વન વિભાગે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવાની સલાહ આપી છે, તેમજ નોનવેજનો કચરો જાહેરમાં ન ફેંકવા પણ વનવિભાગે લોકોને સૂચના આપી છે. છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારમાં દિપડો જોવા મળતા લોકમાં ભયનો માહોલ છવાયો છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટમાં દીપડો દેખાયા હતો. કણકોટ પાસે સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે સઘન મહેનત હાથ ધરી છે. છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ કરી રહ્યું છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક દીપડો દેખાયો હતો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પાછળ દીપડો દેખાયાની શંકાના પગલે વન વિભાગે તપાસ આદરી હતી. જો કે, તે સમય શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી. જો કે, તકેદારીના ભાગરૂપે ફોરેસ્ટ વિભાગે બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.