પાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે.
પાકિસ્તાનમાં ચૂંટણી આયોગે ૨૪ ન્યાયાધીશની અપીલીય ટ્રિબ્યૂનલની નિયુક્તિ માટે અધિસૂચના જાહેર કરી છે. ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે. અપીલીય ટ્રિબ્યૂનલ ચૂંટણી માટે ઉમેદવારોના નામાંકન પત્રનો સ્વીકાર અથવા નામંજૂર કરવા માટેની ફરિયાદનું નિવારણ કરશે.
૨૪ ન્યાયધીશમાંથી ૯ ન્યાયાધીશ પંજાબમાં, ૬ સિંધમાં, ૫ ખૈબર પખ્તૂનખ્વા, ૨ બલૂચિસ્તાન અને ૨ સંઘીય રાજધાની ઈસ્લામાબાદમાં અપીલીય ટ્રિબ્યૂનલ તરીકે કામ કરશે. પાકિસ્તાનમાં ચૂંટણી સાથે જોડાયેલ કાયદો નિર્વાચન ક્ષેત્ર કોઈપણ મતદાતાના પાર્ટીના ઉમેદવાર અથવા નામાંકિત ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે મંજૂરી આપે છે. ૮ ફેબ્રુઆરીએ થનાર સામાન્ય ચૂંટણી માટે નામાંકન નોંધાવવાની છેલ્લી તારીખ ૨૪ ડિસેમ્બર હતી, ત્યારપછી ચૂંટણી આયોગે આ અધિસૂચના જાહેર કરી છે.