આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ૧૧૩ વર્ષ પૂર્વે આજના દિવસે ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન ગાવામાં આવ્યુ હતું. ઉપરાંત આજે બોલીવુડના ભાઈજાન સલમાન ખાનનો જન્મદિન છે.
આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો ૧૧૩ વર્ષ પૂર્વે આજના દિવસે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત ભારતનું રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ગાવામાં આવ્યુ હતું.
આજે બોલીવુડના ભાઈજાન સલમાન ખાનનો જન્મદિન છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનિઝર ભુટ્ટોની આજની તારીખે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
વિશ્વ બેન્ક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની સ્થાપના પણ આજની તારીખે જ થઇ હતી.
૧૧૩ વર્ષ પૂર્વ પહેલીવાર આજના દિવસે પહેલીવાર ‘જન ગણ મન’ ગાવામાં આવ્યું.
૧૧૩ વર્ષ પૂર્વ પહેલીવાર આજના દિવસે ભારતના રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ ગાવામાં આવ્યું હતું. ‘જન ગણ મન’ એ ભારતનું રાષ્ટ્રગાન છે, જે મૂળરૂપે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળીમાં લખાયેલું છે. ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ, બંધારણ સભામાં ‘જન ગણ મન’ ના હિન્દી ભાષાંતરને રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું હતું.
‘જન ગણ મન’ રાષ્ટ્રગાન સૌપ્રથમ ૨૭ ડિસેમ્બર, ૧૯૧૧ ના રોજ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં બંગાળી અને હિન્દી ભાષાઓમાં ગાવામાં આવ્યું હતું. આ સમગ્ર રાષ્ટ્રગાનમાં પાંચ પંક્તિઓ છે. રાષ્ટ્રગાન ગાવાનો સમયગાળો ૫૨ સેકન્ડનો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ‘વંદે માતરમ્’ એ ભારતનું રાષ્ટ્રીય ગીત છે.
૨૭ ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2008 – ‘તારે જમીન પર’ ફિલ્મને વી. શાંતારામ એવોર્ડ સમારોહમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. આશા એન્ડ કંપનીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું હતું.
- 2007 – પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
- 2004 – ભારતે ત્રીજી અને અંતિમ વનડેમાં બાંગ્લાદેશને હરાવીને 2-1થી સિરિઝ જીતી.
- 2002 – યુનાઇટેડ સ્ટેટ્સમાં ‘ઇવ’ નામના પ્રથમ માનવ ક્લોનનો જન્મ થયો.
- 2001 – અમેરિકા અને રશિયા ભારત-પાકિસ્તાન યુદ્ધને રોકવા માટે સક્રિય; લશ્કર-એ-તૈયબાએ અબ્દુલ વાહિદ કાશ્મીરીને તેના નવા વડા તરીકે નિયુક્ત કર્યા; સંયુક્ત રાષ્ટ્રએ પાક આતંકવાદી સંગઠન ‘ઉમ્મા-એ-તામીર-એ-બો’ના એકાઉન્ટ સીલ કરવાનો આદેશ આપ્યો છે.
- 2000 – ઓસ્ટ્રેલિયામાં લગ્નેત્તર સંબંધોને કાનૂની માન્યતા.
- 1998 – ચીનના પરમાણુ કાર્યક્રમના પિતા વાંગકાન ધાંગનું મૃત્યુ.
- 1985 – યુરોપના વિયેના અને રોમ એરપોર્ટ પર ઉગ્રવાદીઓના હુમલામાં 16 લોકો માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થયા.
- 1979 – અફઘાનિસ્તાનમાં રાજકીય પરિવર્તન અને લશ્કરી ક્રાંતિમાં હફિઝુલ્લા અમીનની હત્યા. સોવિયેત સેનાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું.
- 1975 – ઝારખંડના ધનબાદ જિલ્લામાં આવેલા ચાસનાલા કોલસાની ખાણ દુર્ઘટનામાં 372 લોકો મૃત્યુ પામ્યા.
- 1972 – ઉત્તર કોરિયામાં નવું બંધારણ અમલમાં આવ્યું.