હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત રાજ્યમાં આગામી ૫ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ હાલ વરસાદની કોઇ શક્યતા ન હોવાનું પણ જણાવ્યું છે.
ગુજરાત રાજ્યનમાં હવામાનને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જે પ્રમાણે રાજ્યમાં આગામી ૫ દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ હાલ વરસાદની કોઇ શક્યતા ન હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. ૨૪ કલાક બાદ લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી વધવાની શક્યતા છે. જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદમાં ૧૬ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪ ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે. ત્યારે ભેજના કારણે હાલ વિઝિબિલિટી ઓછી જોવા મળી રહી છે.
વરસાદને લઈ પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે, હાલ વરસાદની કોઇ શક્યતા નથી. ૨૪ કલાક બાદ લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી વધવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે આગાહી કરી છે. આગામી બેથી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. દિવસથી તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો ઓછો અનુભવ થઈ શકે છે.