ગુજરાતવાસીઓ એલર્ટ!

ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧ ના ૪૦ કેસ સામે આવતાં લોકોમાં ચિંતા ફેલાઇ છે, જો કે આરોગ્યંત્રીએ કહ્યું કે, કોરોનાના જેએન.૧ વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી બસ સતર્ક રહો.

કોરોનાનો ગુજરાતમાં ધીમીગતિએ પગપેસારો થઈ રહ્યો છે. કોવિડનાં નવા વેરિએન્ટ જેએન.૧ ના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું. ગુજરાતમાં હાલ કોરોનાના ૬૬ કેસ એક્ટિવ છે, પણ આ આંકડો અઠવાડિયા પહેલા ફક્ત ૨૩ સુધી સીમિત હતો. જો કે આરોગ્યંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,કોરોનાના જેએન.૧ વેરિયન્ટથી ચિંતા કરવાની જરૂર નથી બસ સતર્ક રહેવાની જરૂર છે.

ગુજરાતમાં જેએન.૧ ના વેરિએન્ટના ૪૦ કેસ છે, પરંતુ રાહતની વાત એ છે કે ૨૨ દર્દી સાજા થયા છે અને ૧૪ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. જો કે આ નવા વેરીએન્ટને કારણે અમદાવાદમાં  ૮૨ વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ પણ થયું હતું, સાથે જ શહેરમાં કોરોનાં કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.

હાલ ગુજરાતમાં કુલ ૬૬એક્ટિવ કોવિડ કેસ છે, જેમાંથી.. 

અમદાવાદ – ૪૭
રાજકોટ – ૧૦
ગાંધીનગર – ૪
દાહોદ – ૧ 
ગીર સોમનાથ – ૧ 
કચ્છ – ૧ 
મોરબી – ૧ 
સાબરકાંઠા – ૧ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *