મોદી સરકારની મોટી સફળતા, ઉલ્ફાએ હથિયાર હેઠા મુકી શાંતિનો માર્ગ અપનાવ્યો.
ઉલ્ફા એટલે કે યૂનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામના એક ધડાના ૨૦ નેતા છેલ્લા એક અઠવાડીયાથી દિલ્હીમાં હતા. ભારત સરકાર આસામ સરકારના ટોપ અધિકારી આ કરારના ડ્રાફ પર મનાવી રહ્યા હતા.
પૂર્વોત્તરમાં શાંતિ પ્રયાસની દિશામાં શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભારત સરકારના ઐતિહાસિક કરાર થયા. ૪૦ વર્ષમાં પહેલી વાર સશસ્ત્ર ઉગ્રવાદી સંગઠન ઉલ્ફાએ ભારત અને આસામ સરકાર સાથે શાંતિ સમાધાન કરાર પર હસ્તાક્ષર કર્યા. શાંતિ કરાર પર હસ્તાક્ષર દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્મા અને ઉલ્ફાના અરબિંદ રાજખોવા તરફથી જૂથના એક ડઝનથી વધારે ટોચના નેતા હાજર રહ્યા હતા.
ઉલ્ફા એટલે કે યૂનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામના એક ધડાના ૨૦ નેતા છેલ્લા એક અઠવાડીયાથી દિલ્હીમાં હતા. ભારત સરકાર આસામ સરકારના ટોપ અધિકારી આ કરારના ડ્રાફ પર મનાવી રહ્યા હતા. ઉલ્ફાનું આ મોટુ જૂથ અનૂપ ચેતિયા જૂથનું છે. જ્યારે બીજુ જૂથ પરેશ બરુઆની આગેવાનીમાં હજુ પણ એક્ટિવ છે. આ કરાર બાદ પૂર્વોત્તરમાં ઉગ્રવાદ સમાપ્તિની દિશામાં ભારત સરકારનું બહું મોટી સફળતા હશે.