આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ભારતના અવકાશ યુગના પિતા કહેવાતા મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇની પુણ્યતિથિ છે.
આજની તારીખના ઇતિહાસ ની વાત કરીયે તો આજે દેશમાં ઇસરો જેવી મહત્વપૂર્ણ અંતરિક્ષ સંશોધન કેન્દ્ર સ્થાપના અને ભારતને અંતરિક્ષ વિજ્ઞાન સંશોધનમાં ઉંચાઇઓ સુધી પહોંચાડનાર મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇની પુષ્ણતિથિ છે. તેમનું ૧૯૭૧ માં આજની તારીખ કેરળ ખાતે અવસાન થયુ હતુ. તેઓને ભારતના અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઉપરાંત આજના દિવસે જ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા મૃણાલ સેન અને હિન્દી ભાષાના મહાન કવિ દુષ્યંત કુમારનું અવસાન થયુ હતુ. આઝારી પૂર્વેના ઘટનાક્રમ પર એક નજર કરીયે તો વર્ષ 1803માં આજની તારીખે બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દિલ્હી, આગ્રા તથા ભરૂચ પર કબજો મેળવ્યો હતો.
વિક્રમ સારાભાઇ – ઈસરોના સ્થાપક અને ભારતના અવકાશ યુગના પિતા
આજે ૩૦ ડિસેમ્બર એટલે ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇની પુણ્યતિથિ છે. ૧૨ ઓગસ્ટ ૧૯૧૯ ના રોજ વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ સ્થિત ભારતના સંપન્ન ધનાઢ્ય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ સરલાદેવી હતુ. વિક્રમ સારાભાઇના આઠ ભાઇ-બહેન હતા. એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશન (ઇસરો) દ્વારા તેમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોચાડ્યું હતુ. આથી તેઓને અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેમણે પ્રાથમિક શિક્ષણ નિષ્ણાંત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેમણે ઇન્ટરમીડિયેટ વિજ્ઞાનની પરીક્ષા પાસ કર્યા પછી અમદાવાદની ગુજરાત કોલેજમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ પછી તેઓ ઈંગ્લેન્ડ ગયા અને ‘કેમ્બ્રિજ યુનિવર્સિટી’ની સેન્ટ જોન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તેમણે ૧૯૪૦ માં કેમ્બ્રિજમાંથી નેચરલ સાયન્સમાં ટ્રિપોસ કર્યું હતુ.

બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થતા તેઓ ભારત પરત ફર્યા અને બેંગ્લોરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં જોડાયા અને ત્યાં નોબેલ પારિતોષિક વિજેતા સીવી રામનના માર્ગદર્શન હેઠળ કોસ્મિક કિરણોમાં સંશોધન શરૂ કર્યું. બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયા બાદ તેઓ 1945માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પરત ફાર્યા અને વર્ષ ૧૯૪૭ માં ‘કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપીકલ લેટિટ્યૂડ્ઝ’ એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા તેને ટૂંકમાં ઈસરો ના નામે ઓળખવામાં આવે છે તેની સ્થાપના કરવામાં વિક્રમ સારાભાઇએ મોટી ભૂમિકા ભજવી છે. રશિયાના સ્પુટનીક લોન્ચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાતને તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી.
ભારતના પ્રથમ રોકેટ લોન્ચિંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ સ્પેસ સેન્ટર માટે કેરળમાં અરબી સમુદ્રના કિનારે તિરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની પસંદગી કરવામાં આવી જેનું મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમણે બહુ જ મહેનત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડિયમ વેપર પેલોડ લઇને ઊડાવ્યું હતુ. અમેરિકાની અંતરિક્ષ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ. ડૉ. વિક્રમ સારાભાઈના અથાક પ્રયત્નોથી ૧૯૭૫ માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.
ભારતને અવકાશની દુનિયામાં મહાન ઉંચાઈઓ પર લઈ જનાર અને વિજ્ઞાનની દુનિયામાં દેશનો ધ્વજ લહેરાવનાર મહાન વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઈનું ૩૦ ડિસેમ્બર, ૧૦૭૧ ના રોજ કોવલમ, તિરુવનંતપુરમ, કેરળ ખાતે નિધન થયુ હતું.
૩૦ ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2012 – પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 19 લોકોના મોત.
- 2008 – સૂર્યશેખ ગાંગુલીએ 46મી નેશનલ ચેસ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું.
- 2007- સ્વર્ગસ્થ બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.
- 2006 – ઈરાકના ભૂતપૂર્વ કથિત સરમુખત્યાર સદ્દામ હુસૈનને ફાંસી આપવામાં આવી.
- 2003 – ઓસ્ટ્રેલિયાએ ભારત સામે મેલબોર્ન ટેસ્ટ 9 વિકેટે જીતી.
- 2002 – ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે ચોથી એશિઝ ટેસ્ટ જીતી.
- 2001 – લશ્કર-એ-તૈયબાના સ્થાપક વડા હાફિઝ મોહમ્મદની પાકિસ્તાનમાં ધરપકડ; મહમૂદ અઝહરને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
- 2000 – જનરલ ઉમર-ઇલ બશિલ ફરીવાર સુદાનના પ્રમુખ તરીકે ચૂંટાયા, કોલંબિયાને વિશ્વનો સૌથી હિંસક અને ખતરનાક દેશ જાહેર કરાયો.
- 1996 – ગ્વાટેમાલામાં છેલ્લા 36 વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધનો અંત આવ્યો.