મુસ્લિમ મહિલાઓને જોડવા માટે ભાજપની ખાસ યોજના

‘થેન્ક્યુ મોદી ભાઈજાન’ અભિયાન

આ અભિયાન ૨ જાન્યુઆરીથી શરૂ થશે અને ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે, મુસ્લિમ મહિલા મતદારોને રીઝવવા માટેની આ યોજનાની ટેગલાઈન ‘ના દૂરી હૈ, ના ખાઇ, મોદી હમારા ભાઈ હૈ’ એવી રાખવામાં આવી છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪:

લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ મહિલાઓને પોતાના પક્ષમાં લાવવા માટે નવું અભિયાન શરૂ કરશે. ભાજપનો લઘુમતી મોરચો ૨ જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના તમામ સંસદીય મતવિસ્તારોમાં ‘થેન્ક્યુ મોદી ભાઈજાન’ નામનું વિશેષ અભિયાન શરૂ કરશે. આ અભિયાન હેઠળ, મોરચા દરેક લોકસભા મતવિસ્તારમાં કાર્યક્રમોનું આયોજન કરશે જેમાં ઓછામાં ઓછી ૧,૦૦૦ મુસ્લિમ મહિલાઓને જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

મુસ્લિમ મહિલા મતદારોને રીઝવવા માટેની આ યોજનાની ટેગલાઈન ‘ના દૂરી હૈ, ના ખાઇ, મોદી હમારા ભાઈ હૈ’ એવી રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશ બીજેપી અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ કુંવર બાસિત અલીએ શનિવારે પીટીઆઈને જણાવ્યું હતું કે ‘થેન્ક્યુ મોદી ભાઈજાન’ કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા તેમના માટે કરવામાં આવેલા કાર્યો વિશે જણાવવામાં આવશે. તેમને એ પણ જણાવવામાં આવશે કે તેઓએ ભાજપને કેમ મત આપવો જોઈએ.

મોદી સરકારના કામો વિશે જણાવવામાં આવશે

અધ્યક્ષે કહ્યું કે આ પરિષદો દ્વારા મુસ્લિમ મહિલાઓને ઉજ્જવલા યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, હજ ક્વોટામાં વધારો કરવા, મહિલાઓ માટે હજ પર જવાની જરૂરિયાતને દૂર કરવાની સાથે સાથે મુસ્લિમ મહિલાઓને મરહમ વ્યક્તિ સાથે જ હજ પર જવાની અનિવાર્યતા ખતમ કરવી, મુસ્લિમ બાળકોને શિષ્યવૃત્તિ સહિત સમુદાયને લાભ આપતી વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવશે.

બાસિત અલીએ કહ્યું કે આ અભિયાન ૨ જાન્યુઆરીથી શરૂ થશે અને ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે. તેમણે કહ્યું કે તાજેતરમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં મુસ્લિમ મહિલાઓએ જીલ્લા મેજિસ્ટ્રેટને મોદી સરકારની યોજનાઓને લઈને આભારનું મેમોરેન્ડમ આપ્યું હતું. હવે આ ટ્રેન્ડને આગળ લઈ દરેક લોકસભા મતવિસ્તારમાં ‘થેન્ક્યુ મોદી ભાઈજાન’ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

અલીએ કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મુસ્લિમ મહિલાઓને ઘરો મળ્યા છે અને મુસ્લિમોને તેમની વસ્તીની ટકાવારી કરતા વધુ આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષામાં સુધારો થયો છે અને વિવિધ યોજનાઓમાં મહિલાઓની ભાગીદારી વધી છે. તેમણે કહ્યું કે અભિયાનને ‘શુક્રિયા મોદી ભાઈજાન’ નામ આપવાનું એક મોટું કારણ એ છે કે મોદીએ વિવિધ યોજનાઓમાં મુસ્લિમ મહિલાઓને પ્રાથમિકતા આપીને ભાઈ-બહેનનો સંબંધ સ્થાપિત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *