પીએમ મોદીએ લોકોને ૨૨ જાન્યુઆરીનાં રોજ પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવા અન દિવાળી ઊજવવાની અપીલ કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ, નવી ટ્રેન અને રેલ્વે સ્ટેશન સહિત અનેક નવી વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ ૨૨ જાન્યુઆરીનાં રોજ અયોધ્યા ન આવે. તેમણે કહ્યું કે, “તમે ૫૫૦ વર્ષોથી વધારે સમય રાહ જોઈ છે, વધુ થોડો સમય રાહ જુઓ.”
અહીં આવવાનું મન ન બનાવવું-પીએમ મોદી
તેમણે કહ્યું કે,” દરેકને ઈચ્છા છે કે ૨૨ જાન્યુઆરીનાં રોજ આયોજનમાં જોડાવા માટે તેઓ સ્વયં આયોધ્યા આવે પણ દરેકનું અહીં આવવું શક્ય નથી. તેથી તમામ રામભક્તોને મારો આગ્રહ છે કે ૨૨ જાન્યુઆરીનાં એકવખત વિધિપૂર્વક કાર્યક્રમ થઈ જાય તે બાદ તમારી સુવિધા અનુસાર અયોધ્યા આવો અને ૨૨ જાન્યુઆરીનાં અહીં આવવાનું મન ન બનાવો.”
ત અનેક નવી વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ ૨૨ જાન્યુઆરીનાં રોજ અયોધ્યા ન આવે. તેમણે કહ્યું કે, “તમે ૫૫૦ વર્ષોથી વધારે સમય રાહ જોઈ છે, વધુ થોડો સમય રાહ જુઓ.”
ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી
પ્રધાનમંત્રી મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનાં ઉપલક્ષે પોતાના ઘરોમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી. તેમણે કહ્યું કે,” આ ઐતિહાસિક ક્ષણ ભાગ્યથી આપણાં જીવનમાં આવી છે. આ ક્ષણ પર તમે સૌ ૧૪૦ કરોડ દેશવાસીઓ ૨૨ જાન્યુઆરીનાં પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવવી અને દિવાળી ઊજવવી.”