થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી સાંજે ૦૬:૦૦ વાગ્યા બાદ શહેરનાં અમુક રસ્તાઓને ડાયરવર્ઝન આપવામાં આવ્યું છે. તો કાંકરિયા કાર્નિવલ તરફનાં માર્ગો પર પાર્કીગ વાહનો પાર્ક કરી શકાશે નહી.
થર્ટી ફર્સ્ટને લઈ યુવાનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ હાલ કાંકરિયા કાર્નિવલ ચાલતો હોઈ મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવનાર હોઈ કાંકરિયા કાર્નિવલ તરફનાં માર્ગોને નો પાર્કિંગ ઝોન, નો સ્ટોપ અને નો યુ ટર્ન જાહેર કરવામાં આવેલ છે. ત્યારે સવારે ૦૮:૦૦ વાગ્યાથી રાતનાં ૦૧:૦૦ વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. તેમજ આજે સીજી રોડથી નવરંગપુરા સ્ટેડિયમ, પંચવટી સુધીનો માર્ગ સાંજે ૦૬:૦૦ વાગ્યા બાદ મોટા વાહનો માટે પ્રવેશબંધી રહેશે.
ક્યાં ક્યાં માર્ગ બંધ રહેશે
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે લોકો મોટી સંખ્યામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા સાંજે ૦૬:૦૦ વાગ્યાથી સીજી રોડ પર આવેલ સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીનો માર્ગ વાહનો માટે બંધ રહેશે. તેમજ વાહનોની અવર જવરથી ધમધમતા એસજી હાઈવે પર રાત્રે ૦૮:૦૦ વાગ્યાથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સીજી રોડ પર વૈકલ્પિક રૂટ ક્યાં ક્યાં
સમથેશ્વર મહાદેવથી બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તા થઈ સમથેશ્વર મહાદેલ તરફ બંને બાજુ રોડ ચાલુ રાખીને સીજી રોડ ક્રોસ કરી શકશે. પરંતું સીજી રોડ ઉપર વાહન હંકારી શકાશે નહી અને ૦૮:૦૦ વાગ્યાથી તમામ વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલમાં કઈ જગ્યાએ વાહન પાર્ક થઈ શકશે નહી
કાંકરિયા ચોકી ત્રણ રસ્તા થઈ રેલવે યાર્ડ થઈ, ખોખરાબ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થી પુષ્પકુંજ સર્કલ થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તા તેમજ લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરિયા ચોકી સુધીનાં સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટૂ-વ્હીલરથી ઉપરનાં કોઈ પણ પ્રકારનાં વાહનો પાર્કીંગ કરી શકાશે નહી.
થર્ટી ફર્સ્ટનાં રોજ સાયલન્ટ ઝોનમાં ફટાકડા ન ફોડવા નાગરિકોને અપીલઃ કોમલ વ્યાસ (DCP, ટ્રાફિક કંટ્રોલ )
આ બાબતે ટ્રાફિક કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, થર્ટી ફસ્ટ તેમજ કાંકરીયા કાર્નિવલને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે જ રીતે કાંકરીયા કાર્નિવલ બાદ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નાગરિકો વર્ષોથી મોટી સંખ્યામાં સીજી રોડ પર એકત્રિત થતા હોય છે. મધ્યરાત્રીએ જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે થર્ટી ફર્સ્ટની રાત્રીએ યુવક-યુવતીઓ એકત્રિત થઈ નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. જેથી સાંજે છ વાગ્યા થી સીજી રોડ તરફ જતા મહત્વનાં માર્ગો પર પ્રવેશબંધી કરવામાં આવેલી છે. જેથી ત્યાં વાહને અને માણસો એક સાથે એકત્રીત ન થાય. એના માટે ટ્રાફિકનું પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. થર્ટી ફર્સ્ટ અને નાતાલ આ બે રાત્રીએ જ્યારે ફટાકડાનો ઉપયોગ થતો હોય છે ત્યારે સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયા અને નેશનલ ટ્રીયુબ્યુનલનાં આદેશ અનુસાર ગ્રીન ફાયર કેકર્સનો જ ઉપયોગ કરવા અપીલ કરૂ છું. તેમજ શાળા, કોલેજો, હોસ્પિટલો, ધાર્મિક સ્થળો જેને સાયલન્સ ઝોન તરીકે જાહેર કર્યા છે. તેવા સાયલન્ટ ઝોનમાં પણ ફટાકડા ન ફોડવામાં આવે એ માટે તમામ નાગરિકોને અપીલ છે.