૨૦૨૪ માં આ ગુજરાતી ફિલ્મો કરશે તમારું મનોરંજન

વિક્રમ ઠાકોરથી લઈને મલ્હાર ઠાકર સુધીના આપણા ગુજરાતી સ્ટાર્સ ૨૦૨૪ માં ધૂમ મચાવવા તૈયાર છે. જુઓ, ૨૦૨૪ માં કઈ કઈ ગુજરાતી ફિલ્મો તમારી રાહ જોઈ રહી છે.

ગુજરાતી ફિલ્મો જોવાના શોખીન છો, તો ૨૦૨૪ તમારા માટે શાનદાર રહેવાનું છે. આ વર્ષે એકથી એક ચડિયાતી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે, જેની શરૂઆત યશ સોની સ્ટારર ડૅની જિગરથી થશે, અને પછી તો યાદી ઘણી લાંબી છે. પણ, તમારું કામ સરળ બનાવવા અમે આ આર્ટિકલમાં તમને બધી જ ફિલ્મોની એક સાથે માહિતી આપી રહ્યા છીએ.

ડૅની જિગર

ગત વર્ષ નાડીદોષ અને રાડો જેવી હિટ ફિલ્મ આપનાર યશ અને ડિરેક્ટર કેડીની જોડી આ ફિલ્મ લઈને આવી રહી છે. જેના બંને ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ 5 જાન્યુઆરીના રોજ રીલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં યની સાથે, તર્જની ભાડલા, જીતેન્દ્ર ઠક્કર, ચેતન ધૈયા, પ્રેમ ગઢવી, રાહુલ રાવલ, હેતલ પુનાવાલા, રાજન ઠાક્કર તેમજ ઓમ ભટ્ટ જેવા સ્ટાર કલાકારો જોવા મળશે. 

મુક્તિઘર

જાન્યુઆરી મહિનામાં જ ૧૨ તારીખે ‘મુક્તિઘર’ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે જેના દિગ્દર્શક ભાવિન ત્રિવેદી છે. આ ફિલ્મમાં રાગી જાની સહિતના કલાકારો જોવા મળશે.

ઈટ્ટા-કિટ્ટા

૨૦૨૩ માં હેન્ડસમ એક્ટર રોનક કામદાર ખાસ્સા લોકપ્રિય રહ્યા છે. આ વર્ષે પણ તેઓ ઈટ્ટા-કિટ્ટા ફિલ્મ લઈને આવી રહ્યા છે. ૧૯ જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મને અભિન અને મંથને ડિરેક્ટ કરી છે. જેમાં રોનકની સાથે મનાસી પારેખ લીડ રોલમાં જોવા મળશે.

કમઠાણ

જો તમે વાંચવાના શોખીન છો, તો આ નામ અજાણ્યું નહીં હોય. લેખક અશ્વિની ભટ્ટની નવલકથાના આધારે અભિષેક શાહ આ જ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. કમઠાણ ૨ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, સંજય ગોરાડિયા, અરવિંદ વૈદ્ય, દર્શન જરીવાલા જોવા મળશે.

કસુંબો

આ ફિલ્મ ઓલરેડી સોશિયલ મીડિયા ગજાવી ચૂકી છે, જેને કારણે દર્શકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિજયગિરી બાવા ડિરેક્ટેડ આ ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ, રૌનક કામદાર, શ્રદ્ધા ડાંગર, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર સહિતના ટેલેન્ટેડ કલાકારોની ટીમ છે. કસુંબો   ફેબ્રુઆરી મહિનાની ૧૬ તારીખે ફિલ્મ કસુંબો રીલીઝ થશે.

વેનિલા આઈસક્રીમ

તો મલ્હાર ઠાકરના ફેન્સ માટે પણ ટ્રીટ તૈયાર છે. ગત વર્ષે અનાઉન્સ થયેલી તેમની વેનિલા આઈસક્રીમ ફિલ્મ ૧ માર્ચે રિલીઝ થવાની છે. જેમાં મલ્હારની સાથે યુક્તિ રાંદેરિયા, વંદના પાઠક, અર્ચન ત્રિવેદી, સતીશ ભટ્ટ જોવા મળશે. 

ઝૂંપડપટ્ટી

આ ફિલ્મ ૮ માર્ચના રોજ થિયેટરમાં એન્ટ્રી કરશે. પાર્થ ભટ્ટ ડિરેક્ટેડ આ ફિલ્મમાં ભાવિની ગાંધી સહિતના કલાકારો જોવા મળવાના છે. 

31st

આ જ ફિલ્મનું નામ છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થવાની છે. જેની તારીખ હજી જાહેર નથી થઈ. આ ફિલ્મમાં હિતુ કનોડિયા, શ્રદ્ધા ડાંગર અને પરિક્ષિત તામલિયા જેવા સ્ટાર્સ જોવા મળશે. 

ફાટી ને

ફૈઝલ હાશ્મીની આ હોરર કોમેડી ફિલ્મ ૧૯ એપ્રિલના રોજ રિલીઝ થવાની છે. જેમાં હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા સહિતના કલાકારોની જબરજસ્ત ટીમ છે. આ ફિલ્મના કેટલાક પાર્ટનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થયું છે.  

 

ગુજરાતી દર્શકોને બીજી પણ કટેલીક જબરજસ્ત ફિલ્મો જોવા મળવાની છે. જેમાં રિશીલ જોશીની ‘નાસૂર’, કેતન રાવલ અને વિશાલ વડાવાલાની ફિલ્મ ‘રામ ભરોસે’, નિલેશ ચોવટીયાની ‘રણભૂમિ’, ધ્વનિ ગૌતમની ‘ડાયરો’   હરેશ પટેલની ‘ઈશ્વર ક્યાં??’, વિશાલ વડાવાલા ની ‘સમંદર’, ધર્મેશ શાહ અને જીતુ પંડયાની વિક્રમ ઠાકોર સ્ટારર ‘સોરી સાજણા’, નિશીથ બ્રહ્મભટ્ટ દિગ્દર્શીત, હીતેનકુમાર અભિનીત ‘ચુપ’, ફિલ્મ ‘મચ્છુ’   જેવી મચ અવેઈટેડ ફિલ્મો સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *