શું છે હિટ એન્ડ રનનો નવો કાયદો

રોડ પર હિટ એન્ડ રનના કિસ્સામાં ૧૦ વર્ષની સજા અને દંડ આપતાં કાયદાના વિરોધમાં ટ્રકચાલકો સહિતના લોકોએ દેશભરમાં ચક્કાજામ કર્યો છે.

રસ્તા પર વાહન ટકરાવીને ભાગી જનાર લોકો માટે દેશભરમાં એક કડક કાયદો લાગુ પડ્યો છે. આ કાયદા હેઠળ રોડ પર હીટ એન્ડ રનના કિસ્સામાં ૧૦ વર્ષની સજા અને ૭ લાખનો દંડ આપતી જોગવાઈ છે. પહેલા હીટ એન્ડ રન માટે ૨ વર્ષની સજા હતી પરંતુ હવે તેમાં મોટો વધારો થયો છે.

હીટ એન્ડ રનમાં ૧૦ વર્ષની સજા અને દંડના કાયદાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે.  આ કાયદાને ખોટો ગણાવીને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હરિયાણા, દિલ્હી, યુપી, એમપી, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ટ્રક ડ્રાઇવરોએ કાર થંભાવી દીધી છે અને ગૃહમંત્રી અમિત શાહને અપીલ કરાઈ રહી છે કે કાયદાની જોગવાઈઓ હળવી કરવામાં આવે. આ નિયમથી માત્ર ટ્રક ચાલકો જ નહીં પરંતુ ટેક્સી, ઓટો ચાલકો પણ પરેશાન છે. આ કાયદો ખાનગી વાહન માલિકોને પણ એટલો જ લાગુ પડશે.

શું છે હિટ એન્ડ રનની નવી જોગવાઈ 

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને ૧૦ વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને ૧૦ વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

સરકારી આંકડા મુજબ રસ્તા પર હિટ એન્ડ રન કેસમાં દર વર્ષે ૫૦,૦૦૦ લોકોનાં મોત થાય છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે નવા કાયદામાં સરકાર હિટ એન્ડ રન કેસમાં કડક જોગવાઈઓ લાવી રહી છે. આ અંતર્ગત જો કોઈ રસ્તા પર કોઈની કાર સાથે ટકરાય અને પીડિતાની મદદ કરવાને બદલે કાર લઈને કે પોતે જ ભાગી જાય તો તેને ૧૦ વર્ષની સજા થશે અને દંડ ભરવો પડશે. પીડિતાને હોસ્પિટલ લઈ જનાર કે પછી પોલીસ પ્રશાસનને જાણ કરનાર વ્યક્તિને રાહત આપવામાં આવશે. અત્યાર સુધી આઈપીસીમાં આવી કોઈ જોગવાઈ નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *