અમિતાભ બચ્ચને KBCના મંચથી એવી વાત કરી કે ફેન્સની આંખોમાં આવી ગયા આંસૂ

‘કાલથી હું નહીં આવું…’

દેવિયો ઔર સજ્જનો કોન બનેગા કરોડપતિ મેં આપકા સ્વાગત હૈ… આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ઘણા સમયથી આ ડાયલોગ KBC ના સેટ પર બોલે  છે. આ શો ને લઇને એક અપડેટ સામે આવી છે. ૨૩ વર્ષથી વધુ સમયથી સોની ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહેલો દર્શકોનો આ પ્રિય શો હવે પુરો થવા જઇ રહ્યો છે. 

છેલ્લા ૨૩ વર્ષમાં કુલ ૧૫ સક્સેસફુલ સિઝનમાંથી એક સિઝન છોડીને તમામ સિઝન અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. કૌન બનેગા કરોડપતિની ૧૫ મી સીઝન ૧૮ એપ્રિલ ૨૦૨૩ ના રોજ ધમાકેદાર શરૂ થઈ. અમિતાભે હોટ સીટ પર બેસીને લોકોને પ્રશ્નો પૂછ્યા અને તેમને લાખપતિથી કરોડપતિ બનાવી દીધા. ‘KBC’માં, અમિતાઊભ બચ્ચન સ્પર્ધક સાથે પર્સનલ વાતો પણ શેર કરતા અને ભાવુક થતાં તેમજ મસ્તી કરતાં પણ જોવા મળતા હતા. આ શો થી ઘણી વાતો તેમના ફેન્સને જાણવા મળતી હતી.

૨૯ મી ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ કૌન બનેગા કરોડપતિ શોની ૧૫ મી સીઝનનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો. જેના પ્રોમોમાં અમિતાભ બચ્ચન ભાવુક દેખાઇ રહ્યાં હતા. 

શોના છેલ્લા દિવસે હાજર રહેલા તમામ મહેમાનો પાસે બિગ બી સાથે શેર કરવા માટે કેટલીક મનોરંજક સ્ટોરીઓ હતી. આ સ્ટોરી કહ્યાં બાદ જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે બિગ બી ભાવુક થઈ ગયા અને કહ્યું કે, ‘દેવીયો ઔર સજ્જનો, અમે હવે જઈ રહ્યા છીએ. આવતીકાલથી આ સ્ટેજ શણગારવામાં આવશે નહીં. આપણા પોતાના લોકોને એ કહેવું કે કાલથી હું અહીં નહીં આવુ…એ ના કહેવાની હિંમત થાય છે ના મન થાય છે. હું, અમિતાભ બચ્ચન, આ સમયગાળા માટે છેલ્લી વખત આ મંચ પરથી કહેવા જઈ રહ્યો છું –શુભ રાત્રિ શુભ રાત્રિ’ આટલું કહતા અમિતાભ બચ્ચનની આંખો છલકાઇ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *