જાપાનના હનેડા એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે એક્સિડન્ટ થયો હતો જેને કારણે તેમાં ભયાનક આગ લાગી હતી.
જાપાનના હનેડા એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે એક્સિડન્ટની મોટી ઘટના સામે આવી છે. હનેડા એરપોર્ટ પર ઊભેલા પેસેન્જર વિમાનને કોસ્ટ ગાર્ડના વિમાને પાછળથી ટક્કર મારી હતી જેને કારણે પેસેન્જર વિમાનમાં આગ લાગી હતી, ટક્કરથી આગ લાગી ત્યારે વિમાનમાં ૩૬૭ પેસેન્જરો હતા. જોકે તાબડતોબ જાપાની એરલાઈન્સમાંથી પ્રવાસીઓને બચાવી લેવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું અને થોડી વારમાં બધાને બચાવી લેવામાં આવ્યાં હતા અને આગને બૂઝાવી દેવામાં આવી હતી પરંતુ આ દરમિયાન ૩૦૦ પેસેન્જરોના જીવ પડીકે બંધાઈ ગયાં હતા. જો જરા જેટલી વાર લાગી હોત તો ૩૬૭ પ્રવાસીઓ ભડથું થઈ ગયાં હોત.
કોસ્ટ ગાર્ડ અને જાપાની એરલાઈન્સના વિમાન વચ્ચે હનેડા એરપોર્ટ પર આ ટક્કર થઈ હતી જે પછી જાપાની એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી. પરંતુ સમયસર આગને બૂઝાવી દેવામાં આવતાં મોટી જાનહાની ટળી હતી.