આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ ૧૮૩૧ માં આજની તારીખે સાવિત્રીબાઇ ફૂલેનો જન્મ થયો હતો, જે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા અને મહાન સમાજ સુધારક હતા.
આજે ઇન્ટરનેશનલ માઇન્ડ બોડી ડે ઉજવાય છે.
આજે ભારતનું પહેલું હવામાન રોકેટ ‘મેનકા’ લોન્ચ કરવામાં આવ્યુ હતું.
વર્ષ ૧૯૭૪ માં આજના દિવસે બર્મા (હાલ મ્યાનમાર) માં બંધારણ અપનાવવામાં આવ્યું.
ઈન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે
ઈન્ટરનેશનલ માઇન્ડ બોડી વેલનેસ ડે દર વર્ષે ૩ જાન્યુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય શારીરિક કલ્યાણ દિવસ દિવસનો ઇતિહાસ પ્રખ્યાત વિદ્વાન હિપ્પોક્રેટ્સ સાથે જોડાયેલો છે. હિપ્પોક્રેટ્સને નેચરોપેથીના સ્થાપકનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેમની શોધો આજે પણ દુનિયામાં મોજૂદ છે અને નેચરોપેથીના ક્ષેત્રમાં તેમનું બહમૂલ્ય યોગદાન છે.
૩ જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2020 – ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 107માં સત્રનું ઉદ્ઘાટન કર્યું. ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ-2020 ની થીમ “ગ્રામીણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” હતી.
- કેવીઆઇસી (KVIC)એ ગુજરાતમાં પ્રથમ સિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખોલ્યો.
- ડૉ જીતેન્દ્ર સિંહે પ્રથમ ક્ષમતા નિર્માણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું.
- તાઈવાને ચીનના ‘એક દેશ, બે પ્રણાલી’ના પ્રસ્તાવને ફગાવી દીધો.
- 2015 – નાઈજીરીયાના ઉત્તરપૂર્વ શહેર બાગામાં આતંકવાદી સંગઠન બોકો હરામના હુમલામાં લગભગ 2000 લોકો માર્યા ગયા.
- 2013 – ઈરાકના મુસૈયબ વિસ્તારમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં શિયા સમુદાયના 27 લોકો માર્યા ગયા હતા અને 60 ઘાયલ થયા હતા.
- 2009 – રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો.
- 2008 – વીજ ઉપકણો બનાવતી ઈન્ડો એશિયન ફ્યુઝગિયર લિમિટેડ કંપનીએ રૂ. 40 કરોડના રોકાણ સાથે ઉત્તરાખંડના હરિદ્વારમાં એક નવો અત્યાધુનિક થોટગિયર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી.
- સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની 15 સભ્યોની ટીમમાં લિબિયા, વિયેતનામ, ક્રોએશિયા, કોસ્ટારિકા અને બુર્કિનાફાસોના પાંચ નવા બિન-કાયમી સભ્યો તરીકે ચૂંટાયા હતા.
- 2007 – ચીનના માર્ગારેટ ચાને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશકના પદનો ચાર્જ સંભાળ્યો.
- 2005 – USAએ તમિલનાડુમાં સુનામી પીડિતોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે રૂ. 6.2 કરોડની સહાયની જાહેરાત કરી.
- 2004 – વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી 12મા સાર્ક સંમેલનમાં ભાગ લેવા ઈસ્લામાબાદ પહોંચ્યા.