કોરોનાનો જાળ ફેલાયો

૨૪ કલાકમાં નવા ૬૦૨ કેસ, ૫ દર્દીનાં મોત, સક્રિય દર્દી ૪,૪૪૦ ને વટાવી ગયા.

દેશમાં ફરી એકવાર કોરોના ડરામણો સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાય છે, એક દિવસ પહેલા એટલે કે ૨ જાન્યુઆરીએ ૫૭૩ નવા કેસ નોંધાયા હતા.

દેશમાં ફરી એકવાર કોરોના ડરામણો સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાય છે. આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં એક દિવસમાં નવા ૬૦૨ કેસ નોંધાયા હતા. 

સ્વાસ્થ્ય મંત્રાલયે આપી માહિતી 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૦૨ નવા કેસ સામે આવ્યા. જોકે ૫ લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં કોરોનાના કુસ એક્ટિવ કેસની સંખ્યા પણ હવે ૪,૪૪૦ થઈ ચૂકી છે.

અગાઉ એક દિવસ પહેલાં શું હતી સ્થિતિ? 

માહિતી અનુસાર એક દિવસ પહેલા એટલે કે ૨ જાન્યુઆરીએ ૫૭૩ નવા કેસ નોંધાયા હતા. જોકે બે લોકો મૃત્યુ પામ્યા હતા. તેના પહેલા ૧ જાન્યુઆરીએ દેશમાં ૬૩૬ નવા કેસ સામે આવ્યા હતા અને ૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી બાજુ કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧ દર્દીનું મોત નીપજ્યું, જ્યારે કુલ ૧૪૮ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *