આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો વર્ષ ૧૮૩૧ માં આજની તારીખે આજે ભારતના એક મહાન સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર અને શિક્ષણવિદ મોહમ્મદ અલી જોહરની પુણ્યતિથિ છે,
વર્ષ ૧૯૩૧ માં ૪ જાન્યુઆરીના રોજ તેનું ઇંગ્લેન્ડમાં અવસાન થયુ હતુ. તેઓ હિન્દુ – મુસ્લિમ એકતાના પક્ષકાર હતા. આજે અંધ વ્યક્તિઓ માટે ‘બ્રેઇલ લિપિ’ની શોધ કરનાર લુઇ બ્રેઇલની જન્મ જયંતિ છે,
આજે હિન્દી ફિલ્મોના કલાકારો નિરૂપા રોય, પ્રદીપ કુમાર, આદિત્ય પંચોલીનો જન્મદિન,
સંગીતકાર આરડી બર્મનની મૃત્યુતિથિ છે.
લુઈસ બ્રેઈલ દિવસ
આજે લુઈસ બ્રેઈલ દિવસ છે. બ્રેઇલ એ નેત્રહીન વ્યક્તિઓ માટેની લિપિ છે. બ્રેઇલ લિપિની રચના લુઇસ બ્રેલે કરી હતી. આથી તેમના જન્મદિનને લુઇસ બ્રેઈલ દિવસ તરીકે ઉજવાય છે. લુઇસ બ્રેઈલનો જન્મ વર્ષ ૧૯૦૯ માં ૪ જાન્યુઆરીના રોજ ફ્રાન્સમાં થયો હતો. તેઓ પણ અંધ હતા અને આથી તેમને બ્રેઈલ લિપિની રચના કરવાની પ્રેરણા મળી હતી. તેમણે વર્ષ ૧૮૨૧ માં બ્રેઈલ લિપિની શોધ કરી હતી, તે સમયે તેઓ માત્ર ૧૫ વર્ષના હતા. બ્રેઇલ લિપિ એ એક પ્રકારની લિપિ છે જેનો ઉપયોગ વિશ્વભરના અંધ લોકો સ્પર્શ દ્વારા વાંચન અને લેખન માટે કરે છે. આ લિપિ વિવિધ અક્ષરો, સંખ્યાઓ અને વિરામચિહ્નોનું પ્રતિનિધિત્વ કરે છે. લુઈસે ૧૨ ને બદલે ૬ પોઈન્ટનો ઉપયોગ કરીને ૬૪ અક્ષરો અને પ્રતીકો સાથે એક સ્ક્રિપ્ટ બનાવી. તેમાં માત્ર વિરામચિહ્નો જ નહીં પણ ગાણિતિક ચિહ્નો અને સંગીતના સંકેતો પણ લખી શકાતા હતા. આ લિપિ આજે સર્વત્ર સ્વીકાર્ય છે. વર્ષ ૧૮૨૪ માં પૂર્ણ થયેલી આ લિપિનો ઉપયોગ વિશ્વના લગભગ તમામ દેશોમાં થાય છે.
૪ જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2020 – ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી.
- 2010 – ભારતમાં ‘સ્ટૉક એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા’ના આદેશ પર, શેરબજારો શરૂ થવાનો સમય એક કલાક વહેલો સવારે 9 વાગે કરવામાં આવ્યો.
- 2009 – પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ UPA સાથેના સંબંધો તોડી નાખ્યા.
- 2008 – અમેરિકાએ શ્રીલંકાને લશ્કરી સાધનો અને સેવાઓની સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો હતો.