લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા ઈન્ડિયા ગઠબંધનના કન્વિનર કોણ હશે તેને લઇ ચર્ચા શરૂ ગઇ છે. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કહ્યુ કે,ઈન્ડિયા ગઠબંધનના કન્વીનર કોણ બનશે? આ તો કોન બનેગા કરોડપતિના સવાલ જેવો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઈન્ડિયા ગઠબંધનના કન્વીનર કોણ હશે – આ પ્રશ્ન પર પોતાનો જવાબ આપ્યો અને કહ્યું કે આ નિર્ણય આગામી 10-15 દિવસમાં લેવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધન અનેક સવાલોનો સામનો કરી રહ્યું છે. સૌથી મહત્વનો મુદ્દો બેઠકોની વહેંચણીના પ્રશ્ન સાથે જોડાયેલો છે, જ્યારે બીજો પ્રશ્ન ઈન્ડિયા એલાયન્સના સંયોજકને લઈને પૂછવામાં આવી રહ્યો છે.
મલિકાર્જુન ખડગે શું કહ્યું?
નીતિશ કુમાર ઈન્ડિયા ગઠબંધનના કન્વીનર હશે તેવી ચર્ચાઓ પણ સામે આવી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસનું આ મામલે નિવેદન મોટી રાજકીય પ્રતિક્રિયા છે. આ જવાબદારી માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નામ પર વિચારણા થઈ રહી હોવાની અફવાઓ વચ્ચે એક પ્રશ્નના જવાબમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “કોણ બનશે ઈન્ડિયા ગઠબંધનના કન્વીનર?” સવાલ કોણ બનશે કરોડપતિ? જેવો છે. તેની ચિંતા કરશો નહીં, આગામી ૧૦-૧૫ દિવસમાં અમે મળીશું ત્યારે નિર્ણય લેવામાં આવશે.
શું નીતિશ કુમાર બનશે કન્વીનર?
ઈન્ડિયા ગઠબંધનના કન્વીનર તરીકે કોણ ચાર્જ લેશે તેના પર તમામ દાવ લગાવવામાં આવી રહ્યા છે, એવી અટકળો ચાલી રહી હતી કે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારને આ પદ પર મૂકવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, આ મામલે નિર્ણય લેવા માટે આ અઠવાડિયે વિપક્ષી પાર્ટીઓની વર્ચ્યુઅલ બેઠક યોજાવા જઈ રહી છે.
વર્ષ ૨૦૨૨ માં નીતિશ કુમાર ભાજપ શાસિત એનડીએ ગઠબંધન છોડીને ‘ગ્રાન્ડ એલાયન્સ’માં જોડાયા હતા. જેમાં કોંગ્રેસ, આરજેડી અને અન્ય ત્રણ પાર્ટીઓનો સમાવેશ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે નીતિશ કુમારે ઈન્ડિયા ગઠબંધનના વિરોધ પક્ષોને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હવે કન્વીનરના નામની અટકળો ચાલી રહી છે ત્યારે ઉમેદવારોની યાદીમાં તેમનું નામ પણ ઘણું ઊંચું માનવામાં આવી રહ્યું છે. જો કે, કોંગ્રેસ અધ્યક્ષ પણ હાલમાં જ ઈન્ડિયા ગઠબંધનના પીએમ ઉમેદવાર તરીકે ચર્ચામાં આવ્યા હતા, તેથી તેમનું નામ પણ આ યાદીમાં છે. આજે એક નિવેદન આપતા ખડગેએ કહ્યું કે સંયોજક કોણ હશે તેનો નિર્ણય ૧૦ થી ૧૫ દિવસમાં લેવામાં આવશે.