ટીમ ઈન્ડિયાના બોલર મોહમ્મદ શમી માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે શમીને રાષ્ટ્રપતિ ભવનમાં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના બોલર મોહમ્મદ શમી માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. શમીને આજે રાષ્ટ્રપતિ ભવનમાં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમારોહ આજે સવારે ૧૧:૦૦ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે શરૂ થયો હતો. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્રિકેટર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ આપ્યો. નોંધનીય છે કે ૩૩ વર્ષના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભલે તેને પ્રથમ ચાર મેચ રમી ન હતી, તેમ છતાં તે ૨૪ વિકેટ સાથે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો.