પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના મંત્રી એલ મુરુગનના ઘરે તમિલનાડુથી પોંગલની ઉજવણી કરશે. આજે સવારે ૧૦:૦૦ વાગ્યે મુરુગનના સત્તાવાર નિવાસસ્થાન ૧ કામરાજ લેન ખાતે પોંગલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલ નવા વર્ષની પુથાન્ડુની ઉજવણી માટે એપ્રિલમાં મુરુગનના ઘરે પણ મુલાકાત લીધી હતી. સમગ્ર વિશ્વમાં તમિલ લોકો દ્વારા પુથાન્ડુ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.
ત્યારે કેન્દ્રીય મંત્રીએ સમગ્ર દેશવાસીઓને પોંગલ અને મંકરસંક્રાતિને લઈ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, કૃષિ અને ખેડૂતોને સન્માન આપવા માટે આપણે આ તહેવાર મનાવીએ છીએ. પોંગલએ દક્ષિણ ભારતનો સૌથી પ્રસિદ્ધ તહેવારો પૈકીનો એક તહેવાર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પણ તમિલ કાશી સંગમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદની નવી ઇમારતમાં સેંગોલની પણ સ્થાપના કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ આ વર્ષની શરૂઆત પણ તમિલનાડુ અને લક્ષદ્વીપના પ્રવાસથી કરી છે.