ઉત્તરાયણનો તહેવાર દેશ માટે અશુભ બન્યો છે. રાજસ્થાન, દિલ્હી સહિત બીજે ઠેકાણે આજે અલગ અલગ ઘટનામાં ૧૪ લોકોના મોત થયાં છે.
દેશમાં ઉતરાયણનો તહેવાર કાળ બન્યો બન્યો છે. મકરસંક્રાંતિના દિવસે રાજસ્થાનના સિકરમાં નેશનલ હાઈવે પર થયેલા એક મોટા અકસ્માતમાં ૬ થી વધુ લોકોના મોત થયાં હતા. અહીં એક કાર ડિવાઇડર પરથી કૂદીને સામેથી આવી રહેલી બીજી કાર પર પડી હતી. જેમાં ૬ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘાયલોમાંથી એકે પાછળથી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આ અકસ્માતમાં ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો.
દિલ્હીમાં તાપણું સળગવાને કારણે ૬ લોકોના મોત
દિલ્હીના અલીપુર અને ઈન્દરપુરી એરિયામાં ઉત્તરાયણના દિવસે તાપણું સળગવાને કારણે ફેલાયેલા ધૂમાડાને કારણે ગૂંગળામણને કારણે ૬ લોકોના મોત થયાં હતા.
કોલસામાંથી કાર્બન મોનોક્સાઈડ નીકળે છે અને ફાયરપ્લેસમાં દાઝેલા લાકડામાં હોય છે. જો ઓરડો સંપૂર્ણપણે બંધ થઈ જાય તો કાર્બન મોનોક્સાઈડ વધે છે અને ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, જેની સીધી અસર મગજ પર પડે છે. આ પછી, કાર્બન મોનોક્સાઇડ શ્વાસ દ્વારા શરીરમાં ફેલાય છે અને મૃત્યુનું કારણ બને છે. આવી સ્થિતિમાં, ફાયરપ્લેસ સળગાવતી વખતે ઘરની બારી ખુલ્લી રાખવી જરૂરી છે.
દિલ્હીમાં ચાકૂબાજીમાં યુવાનનું મોત
દિલ્હીના મીના બજાર એરિયામાં એક યુવાને બીજા યુવાનને ચાકૂથી મારી નાખ્યો હતો. મૃતક યુવાન પાથરણાવાળો હતો અને જુની અદાવતમાં તેની હત્યા થઈ હતી.
જામનગરમાં પણ ૨ ના મોત
જામનગરના કાલાવડમાં બે બાઈક અથડાતા ૨ લોકોના મોત થયાં હતા. બંને બાઈકચાલકો ખૂબજ ઝડપથી આવતા અથડાયા હતા. કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી