મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ

મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે. જેમાં શાહી ઈદગાહના સર્વેનો આદેશ આપવામાં આવ્યો હતો.

મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે મોટું પગલું ભર્યું છે. કોર્ટે આ મસ્જિદના સર્વેક્ષણ માટે કમિશનરની નિમણૂક કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ આદેશને હિન્દુ પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલુ રહેશે. પરંતુ કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટે લાદવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષની દલીલો પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તમારી અરજી ખૂબ જ અસ્પષ્ટ છે. તમારે સ્પષ્ટપણે જણાવવું પડશે કે તમને શું જોઈએ છે. આ ઉપરાંત ટ્રાન્સફરનો કેસ પણ આ કોર્ટમાં પેન્ડિંગ છે. તે અંગે પણ આપણે નિર્ણય લેવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *