પ્રભાસ તીર્થના આઠ પવિત્ર સ્થળોના પાણીના કળશ અને ૩.૫ કરોડ રામ નામ જપના સોનાના પત્રો અને સોમગંગા જળસોમનાથથી અયોધ્યા પહોંચ્યા

સોમનાથથી અયોધ્યા અનોખી ભેટ પહોંચી છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રભાસ તીર્થના આઠ પવિત્ર સ્થળોએથી લાવવામાં આવેલ ૮ પાણીના કળશ અને ૩.૫ કરોડ રામ નામ જપના સોનાના પત્રો અને સોમગંગા જળ લઈને સોમનાથ ટ્ર્સ્ટના પદાધિકારીઓએ અયોધ્યા શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસને સમર્પિત કરવામાં આવ્યુ હતુ. 

શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ, જે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાર્યરત છે. પ્રધાનમંત્રી ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સૌપ્રથમવાર રામનામ લખીને “સોમનાથથી અયોધ્યા રામનામ લેખન યજ્ઞ”નો પ્રારંભ કરાવ્યો હતો. માત્ર ૮૦ દિવસમાં દેશભરમાંથી સોમનાથ આવેલા શ્રદ્ધાળુઓએ આ અભિયાનમાં ૩.૫ કરોડથી વધુ રામ નામ લેખન લખ્યા હતા. એટલુ જ નહી ૧૧ થી વધુ ભાષાઓમાં રામનામ લેખન લખાયેલા છે..ચાંદી અને સુવર્ણ અક્ષરોમાં બનેલો સ્મૃતિ પત્ર પણ રામ મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *