આજની તારીખના ઇતિહાસ ની વાત કરીયે તો વર્ષ ૧૮૯૬ માં પહેલીવાર ‘એક્સ-રે મશીન’ને પ્રદર્શિત કરવામાં આવી હતી,
૧૯૯૭ માં ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક કાર “રેવા” બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવી હતી,
વર્ષ ૧૯૯૫ માં Yahoo.comનું ડોમેન બનાવવામાં આવ્યું હતુ,
આજના દિવસે જ પ્રખ્યાત કવિ હરિવંશ રાય બચ્ચન તેમજ પ્રખ્યાત નવલકથાકાર, લેખક અને પત્રકાર સઆદત હસન મન્ટોનું અવસાન થયુ હતુ.
૧૮ જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
2020- ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અર્જુન મુંડા ભારતીય તીરંદાજી સંઘ (AAI) ના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે વિપક્ષ બીવીપી રાવને 34-18 મતોના માર્જિનથી હરાવ્યા.
2009 – સૌરભ ગાંગુલીને ‘બંગાલ ક્રિકેટ એસોસિએશન’ દ્વારા ગોલ્ડ બેટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
2008 – જ્યોર્જ ક્લુનીને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ દૂત બનાવવામાં આવ્યા. પાકિસ્તાનના હિંસાગ્રસ્ત ઉત્તર વઝીરિસ્તાન ક્ષેત્રમાં આતંકવાદી નેતાઓએ તેમના સમર્થકોને રાજધાની ઈસ્લામાબાદ પર કબજો કરવાનું આહ્વાન કર્યુ. દક્ષિણ કોલંબિયામાં જ્વાળામુખી ફાટ્યો.
2006 – અમેરિકા ઈચ્છામૃત્યુ પર સુપ્રીમ કોર્ટે મહોર મારી.
2005 – સુપ્રીમ કોર્ટે સાંસદોને પેટ્રોલ પંપની ફાળવણી ન કરવાની ભલામણ કરી હતી. ત્રણ કેરેબિયન દેશો ત્રિનિદાદ-ટોબેગો, ગ્રેનાડા, સેન્ટ વિસેન્ટ અને ગ્રેનેડાઈન્સના વડાપ્રધાનો રાજકીય એકીકરણની દરખાસ્ત કરવા માટે એકસાથે આવ્યા હતા.
1974 – ઇઝરાયેલ અને ઇજિપ્તે શસ્ત્ર કરાર પર હસ્તાક્ષર કર્યા.
1968 – અમેરિકા અને સોવિયેત સંઘ પરમાણુ શસ્ત્રોને નિયંત્રિત કરવા માટે સંધિના મુસદ્દા પર સંમત થયા. તત્કાલિન સોવિયેત સંઘે પૂર્વ કઝાકિસ્તાનમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
1963 – ફ્રાન્સે યુરોપિયન કોમન માર્કેટથી બ્રિટનને અલગ કરવાની હિમાયત કરી.
1962 – અમેરિકાએ નેવાડામાં પરમાણુ પરીક્ષણ કર્યું.
1960 – અમેરિકા અને જાપાને સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા.
1959 – મહાત્મા ગાંધીની સહાયક મીરા બેન (મેડલિન સ્લેડ) એ ભારત છોડ્યુ.