ભારતે ટી-૨૦ ની પ્રથમ ડબલ સુપર ઓવર મેચમાં જીત મેળવી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલુરુમાં રમાયેલી રોમાંચક મેચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની એવી સૌપ્રથમ મેચ છે જેમાં બે સુપર ઓવર રમાઈ. ભારતે રોમાંચક વિજય મેળવ્યો.

ભારતીય ટીમે સુપર ઓવરમાં જીતનો ૧૦૦ % રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલુરુમાં રમાયેલી રોમાંચક મેચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની એવી સૌપ્રથમ મેચ છે જેમાં બે સુપર ઓવર રમાઈ હતી. શ્રેણીની આખરી અને ત્રીજી ટી-૨૦ મેચ પહેલા ૨૧૨ ના સ્કોર પર ટાઇ પડી હતી. આ પછી ૧૭ રનના સ્કોર પર પ્રથમ સુપર ઓવર ટાઈ થઈ હતી. બીજી સુપર ઓવરમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને ૧૧ રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાન માત્ર એક જ રન બનાવી શક્યું હતું. સુપર ઓવરમાં ભારત અત્યાર સુધી કોઈ મેચ હાર્યું નથી.

પાકિસ્તાન સામે પ્રથમ વખત ટાઈ થઈ ટી-૨૦ મેચ

ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ભારતના પાંચ મુકાબલા ટાઈ રહ્યા છે. ટી-૨૦ માં ભારતની સૌપ્રથમ મેચ ૨૦૦૭ માં ટાઈ થઈ હતી. ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ ટાઈ થઈ હતી, જેનો નિર્ણય બોલ આઉટથી લેવાયો હતો. ભારતે આ મેચમાં જીત મેળવી હતી.

૨૦૨૦ માં સુપર ઓવરમાં સતત બે મેચ ગઈ હતી

વર્ષ ૨૦૨૦ માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી ૨૦ શ્રેણી રમાઇ હતી, જેમાં બે મેચ બેક ટૂ બેક ટાઇ રહી હતી અને સુપર ઓવરમાં ગઈ હતી. પ્રથમ મેચ ૨૯ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ રમાઈ હતી જે ૧૭૯ ના સ્કોર પર ટાઈ થઈ હતી. સેડ્ડન પાર્કમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ૧૭ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ૨૦ રન બનાવીને મેચ જીતી લીધી હતી.

બે દિવસ બાદ બંને ટીમો વચ્ચે ફરી ૧૬૫ ના સ્કોર પર મેચ ટાઈ થઈ હતી. અહીં ન્યૂઝીલેન્ડે પ્રથમ ૧૩ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ૧૬ રન બનાવીને મેચ જીતી લીધી હતી.

૨૦૨૨ માં ન્યૂઝીલેન્ડ સામે ફરીથી ટાઈ

૨૦ નવેમ્બર ૨૯૨૨ ના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડની દ્વિપક્ષીય શ્રેણીમાં રમાયેલી મેચ ટાઈમાં પરિણમી હતી. વરસાદના વિઘ્ન બાદ આ મેચ ડીએલએસને કારણે ટાઈ થઈ હતી, એટલે સુપરઓવર થયું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *