આજની તારીખના ઇતિહાસ ની વાત કરીયે તો આજે એનડીઆરએફ દિવસ ઉજવાય છે.
આજે ઉદયપુરના મેવાડ રાજવંશના મહાન શુરવીર અને પરાક્રમી મહારાણા પ્રતાપ સિંહ વર્ષ ૧૫૯૭ માં આજની તારીખે વીરગતિ માપ્યા હતા. તેમણે બાદશાહ અકબરની આધીનતા ન સ્વીકારી અને હલ્દીઘાટીમાં ઐતિહાસિક ભૂષણ યુદ્ધ લડ્યુ હતુ. તેમને ઇતિહાસમાં ‘હિન્દુશિરોમણી’ માનવામાં આવ્યા છે.
આજે પ્રખ્યાત દાર્શનિક અને ધર્મગુર ઓશો રજનીશની પુણ્યતિથિ અને ઉર્દૂ કવિ કૈફી આઝમીનો જન્મદિવસ છે.
એનડીઆરએફ સ્થાપના દિવસ
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ડે દર વર્ષે ૧૯ જાન્યુઆરીના રોજ ઉજવાય છે. એનડીઆરએફની રચના વર્ષ ૨૦૦૬ માં કરવામાં આવી હતી. ભારતમાં એનડીઆરએફ એ ખાસ પ્રકારની કુશળ બચાવ ટીમ છે, જે વિવિધ પ્રકારની કુદરતી અને માનવ સર્જિત આપદા દરમિયાન બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપદા સેવા સદૈવ સર્વત્ર – એ તેનું સૂત્ર છે. જે તમામ પરિસ્થિતિઓમાં સતત આપત્તિ પ્રતિક્રિયા સેવા દર્શાવે છે. એનડીઆરએફ ૧૬ બટાલિયનની બનેલી છે. આ બટાલિયન અર્ધલશ્કરી દળની જેમ સંગઠિત છે. દરેક બટાલિયનમાં જવાનોની કુલ સંખ્યા ૧૧૪૯ છે. એનડીઆરએફની પ્રત્યેક બટાલિયન ૧૮ સેલ્ફ કન્ટેન્ડ સ્પેશ્યાલિસ્ટ સેવાઓ પ્રદાન કરવામાં સક્ષમ છે.
૧૯ જાન્યુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 2020 – વિરાટ કોહલી વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 5000 રન બનાવનાર કેપ્ટન બન્યા. તેણે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી મેચમાં મિશેલ સ્ટાર્કને ચોગ્ગા ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. – ભારતે પરમાણુ હુમલો કરવામાં સક્ષમ બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. – આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી છોડવામાં આવેલી મિસાઈલની રેન્જ 3,500 કિમી છે. – દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ગેરંટી કાર્ડ જારી કર્યું, જેનું નામ ‘કેજરીવાલ ગેરંટી કાર્ડ’ છે. આ ગેરંટી કાર્ડમાં દિલ્હીના લોકોને 10 વચનો આપવામાં આવ્યા હતા.
- 2013 – સ્કોટલેન્ડના ગ્લેન કોમાં હિમપ્રપાતમાં ચાર પર્વતારોહક મૃત્યુ પામ્યા.
- 2010 – પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓરિસ્સાએ બીટી રીંગણનો વિરોધ કર્યો. દેશના કુલ રીંગણ ઉત્પાદનમાં આ ત્રણ રાજ્યોનો હિસ્સો 60 ટકા છે. જેમાં પશ્ચિમ બંગાળ 30 ટકા, ઓરિસ્સા 20 ટકા અને બિહાર 11 ટકા હિસ્સો ધરાવે છે.
- 2009- ઝારખંડમાં રાજકીય અનિશ્ચિતતાનો અંત લાવતા કેન્દ્રીય કેબિનેટે ‘રાષ્ટ્રપતિ શાસન’ લાદવાનો નિર્ણય કર્યો. – ‘સૂર્યશેખર ગાંગુલી’એ ‘પાર્શ્વનાથ ચેસ ટાઇટલ’ જીત્યું.
- 2008- જાહેર ક્ષેત્રની ‘પેટ્રોલિયમ કંપની’ ‘ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન’ એ ‘ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા’ સાથે કરાર કર્યો. – શ્રીલંકાની સેનાએ ઉત્તરીય ક્ષેત્રમાં થયેલા અથડામણમાં વિદ્રોહી જૂથ LTTEના 31 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
- 2007 – ઓમાનના સુલતાન કબૂસ બિન સઈદ બિન તૈમુર અલ સઈદને ‘જવાહરલાલ નેહરુ પુરસ્કાર’ આપવાનો નિર્ણય.
- 2005 – સાનિયા મિર્ઝા લૉન ટેનિસના ‘ઑસ્ટ્રેલિયા ઓપન’ના ત્રીજા રાઉન્ડમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની.
- 2004 – હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ગરૌલા ગામમાં બસ નદીમાં પડી જતાં 21 લોકોના મોત થયા હતા.
- 2003 – ઇજિપ્તે પેલેસ્ટિનિયન જૂથોને કૈરોમાં ઇઝરાયેલ પરના હુમલાઓને રોકવાના પ્રસ્તાવ અંગે વાટાઘાટો કરવા આમંત્રણ આપ્યું. – ભારતીય રાજદૂત ‘સુધીર વ્યાસ’ની પાકિસ્તાનમાં હેરાનગતિ કરવામાં આવી.
- 2002 – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનમાં બિન-પાકિસ્તાની આતંકવાદીઓ હોવાનો ઇનકાર કર્યો.
- 2001 – થાઈલેન્ડમાં રોક થાઈ પાર્ટી માટે બહુમતી, તાલિબાન પર સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિબંધ અસરકારક.
- 1995 – ચેચન્યાના અલગતાવાદીઓ રાષ્ટ્રપતિ મહેલમાંથી છટકી ગયા અને રશિયન આર્ટિલરી દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો.
- 1994 – પરિવહન વિમાન પરના હુમલા પછી, સારાજેવોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ કોમનવેલ્થ ઓફ નેશન્સ અધિકારીઓ દ્વારા મોકૂફ રાખવામાં આવ્યું હતું.
- 1992 – ઇઝરાયેલના વડા પ્રધાન ‘ચિતજાક મીર’ની મિશ્ર સરકારે સંસદમાં બહુમતી ગુમાવી.
- 1986 – પ્રથમ કમ્પ્યુટર વાયરસ ‘C.Brain’ સક્રિય થયો.
- 1981 – અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર હેઠળ 52 અમેરિકન બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
- 1977 – દરિયાકિનારા માટે પ્રખ્યાત અમેરિકાના મિયામી શહેરમાં પ્રથમ વખત બરફ પડ્યો.
- 1975 – હિમાચલ પ્રદેશમાં ભૂકંપ આવ્યો.
- 1974 – ચીને જાસૂસીના આરોપસર સોવિયેત સંઘમાંથી રાજદૂત સહિત પાંચ લોકોને તગેડી મૂકવામાં આવ્યા.
- 1966 – ઈન્દિરા ગાંધી ભારતના ત્રીજા વડાપ્રધાન તરીકે ચૂંટાયા.
- 1960 – અમેરિકા અને જાપાન વચ્ચે પરસ્પર સુરક્ષા કરાર પર હસ્તાક્ષર થયા.
- 1956 – સુદાન આરબ લીગનું નવમું સભ્ય બન્યું.
- 1949 – કેરેબિયન દેશ ક્યુબાએ ઈઝરાયેલને માન્યતા આપી.
- 1945 – સોવિયેત સેનાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડના લોડ્ઝ યહૂદી વસ્તીને નાઝી સૈનિકોની સુરક્ષામાંથી મુક્ત કરાવ્યા. આ વસાહતના લાખો યહૂદી વસ્તીને હિટલરના આદેશ પર યાતનાગૃહો કેમ્પમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
- 1942 – ‘બીજા વિશ્વ યુદ્ધ’ દરમિયાન જાપાને બર્મા (હાલના મ્યાનમાર) પર કબજો કર્યો.
- 1941 – બ્રિટનની સેનાએ આફ્રિકન દેશ સુદાનના કસલફ પર કબજો કર્યો.
- 1938 – જનરલ ફ્રાન્સિસ્કો ફ્રાન્કોને ટેકો આપતા સૈનિકોએ બાર્સેલોના અને વેલેન્સિયા શહેરો પર બોમ્બમારો કર્યો, જેમાં 700 લોકો માર્યા ગયા. – જનરલ મોટર્સે ડીઝલ એન્જિનનું મોટા પાયે ઉત્પાદન કરવાનું શરૂ કર્યું.
- 1927 – બ્રિટને તેની સેનાને ચીન મોકલવાનો નિર્ણય કર્યો.
- 1921 – મધ્ય અમેરિકન દેશો કોસ્ટારિકા, ગ્વાટેમાલા, હોન્ડુરસ અને અલ સાલ્વાડોરે કરાર પર હસ્તાક્ષર કર્યા.
- 1920 – એલેક્ઝાન્ડર મિલેરેન્ડે ફ્રાન્સમાં સરકાર બનાવી.
- 1918 – બોલેવિકોએ પેટ્રોગાડ સ્થિત બંધારણ સભાનું વિસર્જન કર્યું.
- 1910 – જર્મની અને બોલિવિયા વચ્ચે વ્યાપારી અને મૈત્રીપૂર્ણ કરાર સમાપ્ત થયો.
- 1905 – બંગાળી લેખક દેબેન્દ્રનાથ ટાગોરે અંતિમ શ્વાસ લીધા.
- 1839 – બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ યમનના એડન શહેરને જીતી લીધું.
- 1812 – બેલિંગ્ટનના ડ્યુકના નેતૃત્વમાં સ્પેને ઘણા મહત્વપૂર્ણ શહેરો કબજે કર્યા.
- 1795 – ફ્રેન્ચ સેનાએ હોલેન્ડને તબાહ કરી નાંખ્યું.
- 1668 – રાજા લુઇસ ચૌદમાં અને સમ્રાટ લિયોપોલ્ડ પ્રથમ એ સ્પેનના વિભાજન અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા.
- 1649 – ઈંગ્લેન્ડના રાજા ‘ચાર્લ્સ પ્રથમ’ સામે કેસ શરૂ થયો.