બીએસઇ અને એનએસઇ દ્વારા ૨૨ જાન્યુઆરીના અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને અનુલક્ષી શેરબજારમાં ટ્રેડિંગ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જાણો શનિવાર સેન્સેક્સ – નિફ્ટીમાં કેટલા વાગે ટ્રેડિંગ શરૂ થશે?
અયોધ્યા રામ મંદિરને શેરબજારના રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ સોમવારના રોજ શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહેશે. તો શનિવારે સેન્સેેક્સ – નિફ્ટીમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. નોંધનિય છે કે, અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને અનુલક્ષી મહારાષ્ટ્ર સરકારે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ સોમવારના રોજ જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
૨૨ જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે
બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નોટિફિકેશન અનુસાર તારીખ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ સોમવારના રોજ ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્સ, એસએલબી સેગમેન્ટમાં ટ્રેડિંગ બંધ રહેશે. નોંધનિય છે કે, સામાન્ય રીતે ભારતીય શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે ૦૯:૦૦થી બપોરના ૦૩:૩૦ કલાક સુધી ટ્રેડિંગ થાય છે.
શનિવારે શેરબજારમાં રાબેતા મુજબ ચાલુ રહેશે
અલબત્ત સ્ટોક એકસચેન્જોએ શનિવારે શેરબજારમાં ટ્રેડિંગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અનુસાર, ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ્સ શનિવારે રાબેતા મુજબ ટ્રેડિંગ ચાલુ રહેશે. સરળ શબ્દોમાં કહીયે તો, શનિવાર તારીખ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ શેરબજારમાં સવારના ૦૯:૦૦ થી બપોરના ૦૩:૩૦ વાગે સુધી ટ્રેડિંગ ચાલુ રહેશે.