મોદી પીએમ ન હોત તો ન બની શક્યું હોત રામ મંદિર

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બહિષ્કારના કોંગ્રેસના નિર્ણય પર વધુ એક સિનિયર નેતા નારાજ થયાં છે અને રામ મંદિરનો શ્રેય પીએમ મોદીને આપી દીધો છે.

કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો બહિષ્કાર કર્યો છે પરંતુ હવે પાર્ટીના સિનિયર નેતાઓને પણ લાગવા માડ્યું છે કે પાર્ટીનો આ નિર્ણય ખોટો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા બાદ હવે કોંગ્રેસના બીજા સિનિયર નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણાને પણ બહિષ્કારનો પાર્ટીનો નિર્ણય અયોગ્ય લાગ્યો છે. કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે, મંદિરના નિર્માણ કોર્ટના નિર્ણયથી કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર મંદિરનું નિર્માણ શરૂ થયું હતું. જો મોદી દેશના વડાપ્રધાન ન હોત તો આ નિર્ણય ન લેવાયો હોત અને આ મંદિર ન બન્યું હોત. હું રામ મંદિરના નિર્માણ અને તેના પવિત્ર દિવસના શુભ દિવસ માટે વડા પ્રધાન મોદીને શ્રેય આપવા માંગુ છું. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. કોઈ પણ ખ્રિસ્તી, પાદરી અથવા મુસ્લિમ રામના આમંત્રણને નકારી શકે નહીં. રામ ભારતની આત્મા છે. રામના આમંત્રણનો અસ્વીકાર કરવો એટલે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું અપમાન કરવું.

પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે રામના આમંત્રણનો અસ્વીકાર કરવાનો અર્થ છે ભારતની એકતાને પડકારવી. રામ વગર ભારત કે ભારતની લોકશાહીની કલ્પના પણ કરી શકાતી નથી. હું તમામ વિરોધ પક્ષોને વિનંતી કરવા માંગુ છું કે તમે ભાજપ સામે લડો, રામ સામે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *