અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ આનંદ ઉલ્લાસનો માહોલ છે.
અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ આનંદ ઉલ્લાસનો માહોલ છે. અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા શ્રીરામ મંદિરમાં ભગવાન રામના વધામણા માટે શ્રી રામોત્સવના કાર્યક્રમનું વિશેષ આયોજન કરાયું હતું.
શ્રી રામોત્સવના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ શ્રી રામ મંદિરે ભગવાન રામના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. અને રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિ માટે મંગલ કામના પણ કરી હતી. એટલું જ નહિ આ અવસરે આયોજિત શોભા યાત્રામાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા.