શ્રી અયોધ્યા ધામમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શ્રી અયોધ્યા ધામમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં ભારતવાસીઓએ મંદિરોમાં પૂજા અર્ચના કરતા જોવા મળી રહ્યા છે. અમેરિકાના લોકોમાં પણ હર્સોલ્લાસનો માહોલ જોવા મળ્યો. ન્યુયોર્કમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ રામ મંદિરના સભ્યોએ લોકોને લાડુનું વિતરણ કર્યું હતું. તો, વિદેશથી અનેક ભેટ અયોધ્યા ખાતે રામ મંદિર પહોચી છે. સમગ્ર વિશ્વ આજે રામમય બન્યું છે.