અખિલેશ યાદવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા નહોતા.
![]() |
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર અખિલેશ યાદવની પ્રથમ પ્રતિક્રિયાઃ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવવામાં આવી. સમગ્ર દેશ રામમય બની ગયો. ઘણાં લોકોએ ઘરમાં તો ઘણાં લોકોએ ઘરની નજીકના મંદિરોમાં ભગવાન રામની આરાધના કરી હતી. દરમિયાન સમાજવાદી પાર્ટી પ્રમુખ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે એક મોટું નિવેદન આપ્યું હતું.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે વાત કરતા કહ્યું કે આજે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો. જે મૂર્તિ અત્યાર સુધી પથ્થરની હતી હવે તેમાં પ્રાણ ફૂંકાશે અને પછી મૂર્તિ ભગવાનનું સ્વરૂપ ધારણ કરી લેશે.
ભગવાન રામે જે આદર્શોના માર્ગ બતાવ્યા છે તેના કારણે જ તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કહેવામાં આવે છે. અમે શ્રીરામના બતાવેલા માર્ગો પર ચાલીશું. ગરીબો દુઃખી ના રહે પ્રભુએ એવા રામરાજની કલ્પના કરી હતી.
અખિલેશ યાદવને પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ મળ્યું હતું પરંતુ તેઓ સામેલ થયા નહી આ અંગે તેમણે કહ્યું હતું કે તે પરિવાર સાથે ચોક્કસ અયોધ્યા જશે, પરંતુ હાલ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહીં જાય.