કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે ડિજિટલ ફોરેન્સિક્સમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને બિહેવિયરલ ફોરેન્સિક્સ પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.
ઉદઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ જસ્ટિસ અરુણ કુમાર મિશ્રા અને ગુજરાતના કાયદા અને ન્યાય મંત્રી રૂષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. ગુજરાતની મુલાકાતે આવેલા અમિત શાહ આજે ભાવનગર અને અમદાવાદમાં પણ કાર્યક્રમોમાં હાજરી આપશે.
ડિજિટલ ફોરેન્સિક્સમાં અતિ-આધુનિક સેન્ટર ઑફ એક્સેલન્સ અત્યાધુનિક સાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સંપન્ન છે. કેન્દ્ર તપાસકર્તાઓને સાયબર ક્રાઇમ સામે ડિજિટલ હથિયાર પ્રદાન કરશે અને ટેક્નોલોજીના દુરુપયોગ દ્વારા સંચાલિત ગુનાઓને સંબોધવામાં પણ મદદ કરશે.
બિહેવિયરલ ફોરેન્સિક્સ પર ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવશે. NFSU દ્વારા નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન, નેશનલ કમિશન ફોર વુમન, નેશનલ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ અને ગુજરાત સ્ટેટ હ્યુમન રાઈટ્સ કમિશનના સહયોગથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સમાં દેશભરમાંથી ન્યાયાધીશો, કાનૂની અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને ક્રિમિનોલોજિસ્ટ્સ સહિત લગભગ ૬૦૦ પ્રતિનિધિઓ ભાગ લેશે અને અપરાધશાસ્ત્રના વિસ્તરણ રૂપરેખા પર ચર્ચા કરશે.