રાહલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને ગુવાહાટી શહેરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા બાદ પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લાઈવ અપડેટ્સ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન આજે ફરી એકવાર મેઘાલયથી આસામમાં પ્રવેશ કરશે. એવું માનવામાં આવે છે કે યાત્રા રાજ્યના સૌથી મોટા શહેર ગુવાહાટીની બહારના વિસ્તારમાંથી પસાર થશે, કારણ કે સરકારે શહેરમાંથી પસાર થવાની મંજૂરી આપી નથી.
મીડિયા અહેવાલો અનુસાર, યાત્રાને ગુવાહાટી શહેરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા બાદ પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા રોકવામાં આવી રહ્યા છે.
ભારત જોડો ન્યાય યાત્રા સવારે લગભગ 10 વાજે ક્વિન્સ હોટેલથી ત્યારબાદ ગુવા શરુ થઇને આગળ વધી છે. રાહુલ ગાંધીના ગુવાહાટીમાં એક સાર્વજનિક સંબોધન કરશે. આજે ભારત જોડો ન્યાય યાત્રાનો ૧૦ મો દિવસ છે, જે અસમના વિષ્ણુપુરમાં પુર્ણ થશે.
આજે ભારત જોડો ન્યાય યાત્રાનો કાર્યક્રમ
કોંગ્રેસ દ્વારા શેર કરાયેલા શેડ્યૂલ મુજબ, રાહુલ ગાંધી મેઘાલયના રી ભોઈ જિલ્લાના જોરાભાટમાં એક હોટલમાં ઉત્તર પૂર્વ કોંગ્રેસ સમિતિ સાથે બેઠક કરશે. આ પછી રાહુલ ગાંધી ગુવાહાટીમાં વિદ્યાર્થીઓ અને નાગરિક સમાજના સભ્યો સાથે પણ ચર્ચા કરશે. રાહુલ ગાંધી જાહેર સંબોધન કરશે અને ત્યારબાદ યાત્રા મુખ્ય શહેરને બાયપાસ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થશે. પાર્ટીએ દાવો કર્યો હતો કે પોલીસે તેમને મુખ્ય શહેરમાં રોડ શો કે માર્ચ કરવાની મંજૂરી આપી નથી.
રાહુલ ગાંધી ગુવાહાટીથી લગભગ ૭૫ કિલોમીટર દૂર કામરૂપ જિલ્લાના દમદમા ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે. બારપેટા જિલ્લાના ગોરમારી પેટ્રોલ પંપથી કુકરપાર સુધી પદયાત્રા નીકળશે, જેમાં રાહુલ ગાંધી સામાન્ય લોકોને મળતા જોવા મળશે. જે બાદ જાહેર સંબોધન થશે. રાત્રિ રોકાણ બિષ્ણુપુરમાં થશે. ૧૪ જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા ૨૦ કે ૨૧ માર્ચે મુંબઈમાં પૂરી થશે.