BSE માર્કેટ કેપ ૫.૭૮ લાખ કરોડ રૂપિયા નીચે આવી ગયું, બેંક નિફ્ટીના ૧૨ શેરમાંથી ૧૧ શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
૨૩ જાન્યુઆરી, મંગળવારના રોજ સવારે તેજી સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો હતો. BSE સેન્સેક્સ આજે લગભગ ૧૮૦૦ પોઈન્ટનો જોરદાર કડાકો બોલ્યો હતો. નિફ્ટી પણ દિવસની સર્વોચ્ચ સપાટીથી ૫૦૦ પોઈન્ટ તૂટ્યો. છેવટે દિવસના અંતે બીએસઈ સેન્સેક્સ ૧૦૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૦,૩૭૦ પર અને નિફ્ટી ૩૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧,૨૩૮ પર બંધ થયો. આ સાથે શેર બજારના માર્કેટ કેપમાં રૂ. ૮ લાખ કરોડથી વધુનું ધોવાણ થયું.
આજના દિવસે મિડ કેપ ઈન્ડેક્સમાં પણ સવારના ઊંચા સ્તરેથી ૨૨૦ પોઈન્ટનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. છેવટે સેન્સેક્સ ૧૧૫૪ પોઈન્ટના ઘટાડા સાથે ૭૧,૦૦૦ ની નીચે ૭૦,૨૨૭ પોઈન્ટ પર ટ્રેડ કરતો હતો, તો નિફ્ટી ૩૬૪ પોઇન્ટના ઘટાડા સાથે ૨૧,૨૦૬ પોઇન્ટ પર ટ્રેડ કરતો છે. આ દરમિયાન મિડ કેપ શેરોમાં નફાવસૂલીના કારણે મોટા ઘટાડા સાથે બજાર બંધ થયું. સ્મોલ કેપ શેરોમાં પણ આજના સેશનમાં બરાબરનું ધોવાણ થયું.
ભારતીય શેરબજારમાં થયેલા આ ઘટાડાના કારણે રોકાણકારોને અત્યાર સુધી લગભગ રૂ. ૮ લાખ કરોડનું ધોવાણ થઈ ચૂક્યું છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૩૬૮.૬૦ લાખ કરોડે પહોંચી ગયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. ૩૭૪.૩૮ લાખ કરોડ હતું. આ ઉપરાંત બીએસઈ માર્કેટ કેપમાં રૂ. ૫.૭૮ લાખ કરોડનો ઘટાડો થઈ ચૂક્યો છે.
બજારમાં બેન્કિંગ સ્ટોક્સમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના બેન્કિંગ સ્ટોક્સનો ઇન્ડેક્સ બેંક નિફ્ટી ૯૯૫ પોઈન્ટ્સના ઘટાડા સાથે ૪૫,૦૬૨ પર ટ્રેડ કરી રહ્યું છે. બેંક નિફ્ટીના ૧૨ શેરમાંથી ૧૧ શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર ICICI બેંકના સ્ટોકમાં વધારો થઇ રહ્યો છે. FMCG અને એનર્જી શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ્સ, ઓટો શેરોમાં પણ રોકાણકારો નફો મેળવી રહ્યા છે.