આજે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ૨૪ જાન્યુઆરી

ભારતમાં પ્રતિ વર્ષ ૨૪ જાન્યુઆરી એ રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરુઆત વર્ષ ૨૦૦૮ થી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પહેલી વાર ૨૪ જાન્યુઆરી ૨૦૦૮ માં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

National Girl Child Day 2024: નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે 24 જાન્યુઆરીએ કેમ મનાવાય છે, શેયર કરો શુભેચ્છા સંદેશ

ભારતમાં દર વર્ષે ૨૪ જાન્યુઆરીને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૦૮ માં સૌપ્રથમ આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે ભારતમાં ૧૬ મો રાષ્ટ્રીય બાલિકા દિવસ ૨૦૨૪ મનાવવામાં આવશે. રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનો હેતુ બાળકીઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે.

આજે લગભગ દરેક ક્ષેત્રમાં દેશની દીકરીઓની ભાગીદારી છે, પરંતુ ઘણા પરિવારો એવા છે જે દીકરીઓને જન્મ આપવા માંગતા નથી. એટલા માટે તેઓ તેમને ગર્ભમાં જ મારી નાખે છે. દેશમાં ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવા પાછળનો સૌથી મોટો હેતુ છોકરીઓને સહાય અને વિવિધ તકો પૂરી પાડવાનો છે. નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે નિમિત્તે દર વર્ષે ભારત સરકાર દ્વારા અલગ અલગ થીમ રાખવામાં આવે છે. આવો જાણીએ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે સાથે જોડાયેલ ઇતિહાસ, મહત્વ અને અન્ય માહિતી.

ભારતમાં દર વર્ષે ૨૪ જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય કન્યા દિવસનું મહત્વ ઘણું વધારે છે, તેનાથી કન્યા શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર પ્રત્યે જાગૃત થાય છે.

નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે નો ઇતિહાસ

વર્ષ 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની પહેલથી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસની શરૂઆત કરવાનો હેતુ દેશભરની છોકરીઓને સશક્ત બનાવવાનો હતો. વિવિધ મંત્રાલયો અને અન્ય ઘણી સંસ્થાઓ રાષ્ટ્રીય બાળકી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. છોકરીઓ દ્વારા સામનો કરવામાં આવતી અસમાનતાઓ અને તેમના સશક્તિકરણના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે ૨૪ જાન્યુઆરીએ તમામ રાજ્યોમાં અલગ અલગ રીતે તેની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકારો તેમના સ્તરે ઝુંબેશ શરૂ કરે છે અને દેશભરની છોકરીઓની સુધારણા પર કામ કરવા માટે નીતિઓ બનાવે છે.

નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે નો કોના સન્માનમાં ઉજવાય છે

તમને જણાવી દઈએ કે ૨૪ જાન્યુઆરીનો દિવસ પણ ખાસ છે કારણ કે વર્ષ ૧૯૯૬ માં ૨૪ જાન્યુઆરીએ ઈન્દિરા ગાંધી દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા હતા. આ દિવસે તેઓ દેશના પહેલા મહિલા હતા જે વડાપ્રધાનની ખુરશી પર બેઠા હતા. ભારતીય ઇતિહાસમાં એક ખાસ ઘટનાને ધ્યાનમાં રાખીને આ દિવસને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે નો ઉદ્દેશ્ય

આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતમાં લિંગ અસમાનતા, કન્યા કેળવણીનું મહત્વ, તેના સ્વાસ્થ્ય અને પોષણ વિશે જાગૃતિ લાવવાનો અને જેન્ડર સ્ટીરિયોટાઇપ્સને પડકારવાનો પણ છે. આ ઉપરાંત તેનો મુખ્ય હેતુ આ કાર્યક્રમ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનો છે, જેથી છોકરા-છોકરીઓ વચ્ચે ભેદભાવ દૂર થાય. સાથે જ આ કાર્યક્રમનો હેતુ મહિલાઓને સશક્ત બનાવવાનો અને લોકોની માનસિકતા બદલવાનો છે. કારણ કે ભારતમાં રૂઢીચુસ્ત વિચારસરણીને કારણે તેમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે. તેથી આ દિવસની ઉજવણી છોકરીઓની સલામતી, શિક્ષણ, લિંગ ગુણોત્તર, આરોગ્ય જેવા મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવવા માટે પણ કરવામાં આવે છે.

દીકરીઓને લઇને કેટલાક શુભેચ્છા સંદેશ

પુત્રીને અધિકાર આપો, પુત્ર જેવો પ્રેમ આપો, બેટી બચાવો, બેટી પઢાવો.

માતા નહીં તો પુત્રી નહીં, પુત્રી નહીં તો પુત્ર નહીં.

દીકરીને આપે જે સન્માન, તે જ માતા-પિતા છે મહાન.

દીકરીઓ છે કુદરતની ભેટ, જીવવા દો અને તેમને આપો તેમના અધિકાર.

જે ઘરમાં હોય છે દીકરીનું સન્માન, તે ઘર હોય છે સ્વર્ગ સમાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *