અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાને સુરતના એક હીરાના વેપારીએ સોનાનો મુગટ અર્પણ કર્યો છે. રત્ન જડિત આ સુવર્ણ મુગટ ૪ કિલો સોનામાંથી બનાવવામાં આવ્યું છે.
સુરતના મુકેશ પટેલે રાલ લલ્લા અયોધ્યાને સોનાનું મુકુટ ભેટમાં આપ્યું:
અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાને દેશભરમાંથી ભક્તો વિવિધ ભેટ-સોગાદ અર્પણ કરી રહ્યા છે. ગુજરાતમાંથી પણ અયોધ્યા રામ મંદિર માટે વિવિધ પ્રકારની ભેટ મોકલવામાં આવી છે. હાલ ગુજરાતમાંથી રામ લલ્લાને મોકલવામાં આવેલા મુગટની ચર્ચા થઇ રહી છે. તમને જણાવી દઇયે કે સુરતના એક હીરાના વેપારીએ રામ લલ્લાને એક સુંદર મુગટ અર્પણ કર્યું છે. આ મુગટની કિંમત જાણીને તમે ચોંકી જશો

સુરતના હીરાના વેપારીએ રામ લલ્લાને મુગટ અર્પણ કર્યું
ગુજરાતમાંથી રામ ભક્તો અયોધ્યાના રામ લલ્લાના ચરણોમાં વિવિધ ભેટ-સોગાદ અર્પણ કરી છે. સુરતના જે ડાયમંડ વેપારીએ પ્રભુ રામને મુગટ અર્પણ કર્યુ છે તેમનું નામ છે મુકેશ પટેલ, તેઓ ગ્રીન લેબ ડાયમંડનો બિઝનેસ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર મુકેશ પટેલે કહ્યુ કે, અયોધ્યામાં નિર્મિત રામ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી રામને માટે કેટલાક આભૂષણો અર્પણ કરવાનું વિચાર્યુ હતુ. જેની માટે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવાજનો અને કંપની સાથે વાતચીત કરી અને નક્કી કર્યું કે, શ્રી રામની માટે સોના અને અન્ય રત્નોથી જડિત મુગટ અર્પણ કરવું જોઇએ.

રામ લલ્લા માટે ૪ કિલો સોનાનો મુગટ
સુરતના હીરાના વેપારી મુકેશ પટેલ દ્વારા રામ લલ્લાને અર્પણ કરવામાં આવેલું મુગટ ૪ કિલો સોનામાંથી બનાવવામાં આવ્યું છે. ભગવાન રામ લલ્લાની મૂર્તિના મુગટનું માપ લેવા માટે કંપનીએ બે કર્મચારીઓને અયોધ્યા મોકલ્યા હતા. માપ લીધા બાદ મુગટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રામ લલ્લાના મુગટનું કુલ વજન ૬ કિલો છે જેમાં ૪ કિલો સોનું છે. ઉપરાંત તેમાં નાના – મોટા કદના હીરા, માણેક અને પન્ના જેવા રત્નો જડવામાં આવ્યા છે.
રામ લલ્લાના મુગટની કિંમત જાણી ચોંકી જશો
રામ લલ્લાનું આ રત્ન જડિત મુગટ બહુ જ કિંમત છે. મુકેશ પટેલે જણાવ્યું હતુ કે, અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના મંત્રી ચપંત રાય, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ અને મહા મંત્રી તેમજ દિનેશ નાવડિયાની હાજરીમાં ૧૧ કરોડ રૂપિયાની કિંમતનું રત્ન જડિત સુવર્ણ મુગટ રામ લલ્લાના અર્પણ કરવામાં આવ્યુ હતુ.
ચાંદીની રામ મંદિરની રેપ્લિકા પણ ભેટ આપવામાં આવી
૩ કિલો ચાંદીમાંથી બનેલી રામ મંદિર ની રેપ્લિકા પણ રામ મંદિરને ભેટ આપવામાં આવી છે. તેમાથી એક રેપ્લિકા વડપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજી આરએસએસના વડા મોહન ભાગવતને ભેટ આપવામાં આવી હતી. આ ચાંદીમાંથી બનેલી રામ મંદિરની રેપ્લિકા સુરતના એક જ્વેલર્સે મોકલી છે.