CBIએ આસામ, ત્રિપુરા, મણિપુર અને દિલ્હી સહિત ૧૬ જગ્યાએ પાડ્યા દરોડા

 કેસ નોંધ્યા પછી CBIએ આસામ, ત્રિપુરા, મણિપુર અને દિલ્હીમાં આરોપી અધિકારીઓ અને કંપની સાથે જોડાયેલા ૧૬ જગ્યાઓ પર દરોડા પાડ્યા.

CBIએ સાત રેલવે કર્મચારીઓ અને ખાનગી કંપની ભરતિયા ઈન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ (BIPL) વિરુદ્ધ રૂ. ૬૦ કરોડની લાંચના કેસમાં કેસ નોંધ્યો છે. આ મામલો ૨૦૧૬ થી ૨૦૨૩ વચ્ચે નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના પ્રોજેક્ટ માટે ૬૦ કરોડ રૂપિયાની લાંચ આપવાનો છે. આ તરફ  કેસ નોંધ્યા પછી CBIએ આસામ, ત્રિપુરા, મણિપુર અને દિલ્હીમાં આરોપી અધિકારીઓ અને કંપની સાથે જોડાયેલા ૧૬ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.

CBIના દરોડા દરમિયાન કેસ સંબંધિત ગુનાહિત દસ્તાવેજો અને આરોપીઓ દ્વારા હસ્તગત કરેલી મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા. CBI અધિકારીએ જણાવ્યું કે, તત્કાલિન ડેપ્યુટી ચીફ એન્જિનિયર નિર્માણ રામપાલ, તત્કાલીન ડેપ્યુટી ચીફ એન્જિનિયર જીતેન્દ્ર ઝા અને બીયુ લસ્કર, તત્કાલીન સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર ઋતુરાજ ગોગોઈ, ધીરજ ભાગવત, મનોજ સૈકિયા, મિથુન દાસ અને BIPLના નામ FIRમાં છે.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના વરિષ્ઠ સેક્શન એન્જિનિયર સંતોષ કુમારની ૨ કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ બાદ CBI સમક્ષ આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન BIPL અને અન્ય જગ્યાઓ પર દરોડા દરમિયાન મળી આવેલા દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે, BIPLએ રેલવે અધિકારીઓને રૂ. ૬૦ કરોડથી વધુની લાંચ આપી હતી. કંપનીએ ૨૦૧૬ અને ૨૦૨૨ ની વચ્ચે નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વેના છ મોટા પ્રોજેક્ટ્સ મેળવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *