રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વિશે પાકિસ્તાનના લોકો શું કહી રહ્યા છે?

રામમંદિર

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામમંદિરના નિર્માણ પર પાકિસ્તાનમાં સામાન્ય લોકોની સાથે-સાથે મોટા માથાઓ પણ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

આ કાર્યક્રમ પૂરો થયા બાદ પાકિસ્તાન સરકારે એક નિવેદન બહાર પાડીને તેની નિંદા કરી હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં લખ્યું છે – ‘ઉગ્રવાદીઓનાં ટોળાંએ ૬ ડિસેમ્બર, ૧૯૯૨ ના રોજ સદીઓ જૂની મસ્જિદને તોડી પાડી હતી. તે નિંદનીય છે કે ભારતના ટોચની અદાલતે આ નિંદનીય કૃત્ય માટે જવાબદાર લોકોને નિર્દોષ છોડી દીધા છે. વધુમાં, તોડી પાડવામાં આવેલી મસ્જિદની જગ્યા પર મંદિર બનાવવાની પરવાનગી આપવામાં આવી હતી.’

પાકિસ્તાન સરકારની આ પ્રતિક્રિયા પર પાકિસ્તાનના તમામ અખબારોએ સમાચાર પ્રકાશિત કર્યા છે.

આ સાથે જ પાકિસ્તાનના લોકોએ સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ્સ પર આ મુદ્દે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે નિવેદન બહાર પાડ્યું છે.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાન અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડીને ત્યાં રામમંદિરના નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠાની નિંદા કરે છે.”

આ નિવેદનમાં લખ્યું છે –

“સદીઓ જૂની મસ્જિદને 6 ડિસેમ્બર, 1992ના રોજ ઉગ્રવાદીઓનાં ટોળાં દ્વારા તોડી પાડવામાં આવી હતી. કમનસીબે, ભારતની સર્વોચ્ચ અદાલતે માત્ર ગુનેગારોને જ છોડી દેવાની સાથે સાથે મસ્જિદ તોડી પાડવામાં આવી હતી તે સ્થળે મંદિર બનાવવાની પણ મંજૂરી આપી હતી.”

“છેલ્લાં 31 વર્ષની ઘટનાઓ આજે જીવલેણ પરિણામો સુધી પહોંચી છે. તે ભારતમાં વધતા બહુમતીવાદના પ્રભુત્ત્વ તરફ ઇશારો કરે છે. તે ભારતીય મુસ્લિમોને રાજકીય અને સામાજિક રીતે હાંસિયામાં ધકેલી દેવાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.”

“તોડવામાં આવેલી મસ્જિદની જગ્યા પર બનેલું રામમંદિર લાંબા સમય સુધી ભારતના લોકતંત્ર પર એક ડાઘ બની રહેશે. નોંધનીય છે કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહ સહિત આવી મસ્જિદોની યાદીમાં વધારો થઈ રહ્યો છે જેને તોડી પડાશે તેવો ભય છે.”

“ભારતમાં ‘હિંદુત્વ’ વિચારધારાની તેજ લહેર એ સાંપ્રદાયિક સૌહાર્દ અને પ્રાદેશિક શાંતિ માટે ગંભીર ખતરો ઊભી કરે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારતમાં વધતા ઇસ્લામોફૉબિયા, દ્વેષપૂર્ણ ભાષણ અને નફરતના ગુનાઓનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે ઉગ્રવાદી જૂથોથી ઇસ્લામિક હેરિટેજ સાઇટ્સને બચાવવાના પ્રયાસોમાં ભૂમિકા ભજવવી જોઈએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *