કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા પણ રાજીનામુ આપશે તેવી ચર્ચા રાજકીય વર્તૂળોમાં ચાલતી હતી. ત્યારે મોડે મોડે રાજીનામુ આપવા અને ભાજપમાં જોડાવા બાબતે ખુલાસો કર્યો છે.
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નવી-જુનીના એંધાણ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા ભાજપમાં જોડાવવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. અર્જૂન મોઢવાડિયા પાંચ હજારથી વધુ કાર્યકરો સાથે આવતા મહીને કેસરિયા કરે તેવી ચર્ચા જાગી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલે અર્જુન મોઢવાડિયાએ ખુલાસો કર્યો છે અને ટ્વિટર પર ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે.
અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર પર જણાવ્યુ કે ઘણી ચેનલો દ્વારા મારા ભાજપમાં જોડાયા હોવાની વાતો કરવામાં આવી રહી છે. જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલો ધારાસભ્ય હોવાની વાત કરી હતી. આમ આ મોંઢવાડિયાએ ચર્ચાનું ખંડન કર્યું છે અને વાતને આફવા ગણાવી છે. કહ્યું કે મારા ખુલાસા વગર મીડિયામાં મારા ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો કરવામાં આવી રહી છે. જે તમામ વાતો પાયાવિહોણી છે.
સી.જે.ચાવડાના રાજીનામા બાદ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા પણ રાજીનામુ આપશે તેવી ચર્ચા રાજકીય વર્તૂળોમાં ચાલતી હતી. ત્યારે મોડે મોડે રાજીનામુ આપવા અને ભાજપમાં જોડાવા બાબતે ખુલાસો કર્યો છે. મોંઢવાડિયાએ કહ્યું કે તેઓ કોંગ્રેસ નહીં છોડે. જેને લઈને ચર્ચાએ નવો વળાંક લીધો છે.
આ ઉપરાંત ગુલાબસિંહ ચૌહાણની પણ વાતો વહેતી થઈ છે. ત્યારે તેઓએ પણ ટ્વિટરના માધ્યમથી ખુલાસો કરતા કહ્યું છે કે મારી સાથે કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવાની વાત થઈ રહી છે. જે તદ્દન ખોટી છે અને હું કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું. માટે આવી અફવા ન ફેલાવવા જણાવ્યું છે. તેઓએ ભાજપમાં જોડાવાની વાત પાયા વિહોણી હોવાની સ્પષ્ટતા કરી છે.