દેશ આજે ૭૫ મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. મુખ્ય કાર્યક્રમ રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર થઈ રહ્યો છે. આ વખતે યોજાનારી આ પરેડ ઘણી રીતે ખાસ હશે.
કર્તવ્ય પથ પર શંખ નાદ સાથે પરેડનો પ્રારંભ થયો.
૧૧૨ મહિલા કલાકારો સંગીતનાં સાધનો વગાડી રહી છે, મહારાષ્ટ્રની ૨૦ મહિલાઓ ઢોલ અને તાશા વગાડી રહી છે, તેલંગાણાની ૧૬ મહિલાઓ ડપ્પુ વગાડી રહી છે, બંગાળની ૧૬ મહિલાઓ ઢાક અને ઢોલ વગાડી રહી છે અને કર્ણાટકની ૩૦ મહિલાઓ ઢોલ કુનીથા વગાડી રહી છે.