ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રની ઈન્ટરનેશનલ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે ઈઝરાયલને કહ્યું છે કે, તેઓ ગાઝાપટ્ટીમાં ઈઝરાયલના હુમલામાં થયેલા મોત અને નુકસાનનો એક મહિનામાં રિપોર્ટ આપે અને કોઈપણ પ્રકારની ગંભીર ઈજા કે નુકસાનને રોકે.
ઈન્ટરનેશનલ કોર્ટે ઈઝરાયલને ગાઝામાં નરસંહાર રોકવા અને આવી ગતિવિધિઓ ભડકાવનારાઓને સજા આપવા માટે કહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ કોર્ટનું કહેવું છે કે, તેઓ ઈઝરાયલ પર ગાઝામાં નરસંહારનો આરોપ લગાવવા સંબંધી કેસને ફગાવશે નહીં. ગાઝામાં નરસંહાર રોકવા અને આવી ગતિવિધિઓ ભડકાવનારાઓને સજા આપવા માટે પણ કોર્ટે કહ્યું છે.
આફ્રિકા ઈઝરાયલ પર ગાઝાપટ્ટીમાં નરસંહારનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ કોર્ટ સમક્ષ પહોંચ્યું હતું. આ અરજી પર સુનાવણી કરતા પોતાના નિર્ણયમાં આ આદેશ આપ્યો છે. દક્ષિણ આફ્રિકાએ કોર્ટને કોર્ટને અપીલ કરી હી કે તેઓ જલ્દીથી જલ્દી ઈઝરાયલના સૈન્ય અભિયાનોને રોકવાનો આદેશ આપે.