પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કર્યા બાદ નીતીશ કુમાર રાજભવન ગયા અને મહાગઠબંધનના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને રાજ્યપાલને તે સરકારનો અંત લાવવા વિનંતી કરી.
બિહારની રાજનીતિમાં ફરી એકવાર મોટો બદલાવ આવ્યો અને મુખ્યમંત્રી પદથી નીતિશ કુમારે આપ્યું રાજીનામું. જોકે હવે એવું સામે આવ્યું છે કે, આજે સવારે JD(U) પ્રમુખ નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કર્યો હતો. આ દરમિયાન પીએમ એ તેમને અભિનંદન પાઠવ્યા હતા. હકીકતમાં રવિવારે એટલે કે આજે નીતિશ કુમારના રાજીનામા સાથે તેમણે JDU, RJD અને કોંગ્રેસનું ગઠબંધન સમાપ્ત કર્યું જે ૨૦૨૨ થી ચાલી રહ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કર્યા બાદ નીતીશ કુમાર રાજભવન ગયા અને મહાગઠબંધનના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને રાજ્યપાલને તે સરકારનો અંત લાવવા વિનંતી કરી.
નીતિશ કુમારના રાજીનામા બાદ પટનામાં વડાપ્રધાન મોદીની સાથે નીતિશ કુમારના પોસ્ટર પણ લગાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ સીએમ આવાસ પર JDU ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી જેમાં નીતિશ કુમારને સર્વસંમતિથી તમામ પ્રકારના નિર્ણય લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. જે બાદ નીતિશ કુમારે મહાગઠબંધન સરકારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. જાણવા મળ્યું છે કે, ધારાસભ્યોની બેઠક દરમિયાન નીતિશ કુમારને PMO તરફથી ફોન આવ્યો હતો. જરા પણ વિલંબ કર્યા વિના નીતિશે ફોન ઉપાડ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતીશ કુમાર સાથે ફોન પર વાત કરી અને બિહારની નવી સરકાર માટે અગાઉથી શુભેચ્છા પાઠવી.